અડધી રાત્રે પોલીસ ભરી લે તો પછી કહેતા નઈ… નવરાત્રીમાં ખેલૈયાઓ માટે કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

Published on Trishul News at 1:16 PM, Tue, 10 October 2023

Last modified on October 10th, 2023 at 3:16 PM

Announcement of Ahmedabad Police on Navratri: થોડા દિવસોમાં આજ નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે. જેને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે નવરાત્રી પહેલા જ કરવા પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ, હવે નવરાત્રીમાં રાત્રે 12:00 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જાહેરનામું નવરાત્રિના પ્રથમ નોરતાથી લઈને દશેરા સુધી લાગુ પડશે.

આ વર્ષે 15 થી 14 ઓક્ટોબર દરમિયાન ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. તે દરમિયાન સમગ્ર મહોત્સવ નિમિત્તે અમદાવાદ શહેરમાં પોલીસ બંદોબસ્તની તૈયારી પણ થઈ ચૂકી છે. અનેક જગ્યાઓ પર નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અગામી તારીખ 15 થી 14 ઓક્ટોબર સુધી રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે તતેવો આદેશ આપવામાં આવ્યો છે.

વાહન ચેકીંગ સઘન રહેશે.જાહેર સ્થળોએ કોઈ ઘટના ના બને તેની વ્યવસ્થા કરવામાં આવી છે.મહિલા હેલ્પલાઇન અને સ્થાનિક પોલીસની મદદ માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ ઉપરાંત ફાયર સેફટી મુદ્દે પણ આયોજન પહેલા ગરબા સ્થળે ચેકીંગ કરવામાં આવશે.ફાયર સેફટી મુદ્દે તમામ કાગલો તપાસમાં આવશે.ટ્રાફિકને લઈ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવશે.ટ્રાફિકના નવા નિયમોનું ભરપૂર પ્રચાર નવરાત્રિમાં પ્રયાસ કરવામાં આવશે.નવરાત્રિમાં ગરબાના સ્થળે નિયમોને લઈ હોર્ડિંગ લગાવવા પણ અપીલ કરવામાં આવી છે.સમગ્ર પોલીસ દળ સ્ટેન્ડ ટુ રહેશે.દરેક પોલીસ પીસીઆર વાનમાં મહિલા પોલીસ કર્મચારી હાજર રહેશે.આ સાથે ટીઆરબી ,મહિલા હોમગાર્ડ તેમજ એસઆરપી ની ટિમો પણ નવરાત્રી ના પર્વ દરમ્યાન એક્ટિવ રહેશે.

ગરબામાં ખેલૈયાઓના સ્વાસ્થ્યની તકેદારી રાખવા સ્થળ પર તબીબોની ટીમ રાખવા સૂચના આપવામાં આવશે. સ્થળ પર એમ્બ્યુલન્સ પણ રાખવાનું સૂચન આપવામાં આવશે. ફાયરને લઈને પણ ખાસ સૂચનો આપવામાં આવશે. ગરબા પૂર્ણ થયા બાદ પણ પોલીસ રોડ રસ્તાઓ પર સતત કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી કરશે. ખાણીપીણીના સ્થળો અને અન્ય જગ્યાઓ જ્યાં લોકો ભેગા થતા હોય ત્યાં પોલીસ પેટ્રોલીંગ કરશે.

Be the first to comment on "અડધી રાત્રે પોલીસ ભરી લે તો પછી કહેતા નઈ… નવરાત્રીમાં ખેલૈયાઓ માટે કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું"

Leave a comment

Your email address will not be published.


*