ગુજરાતી કલાકાર ઉર્વશી સોલંકી નવરાત્રીમાં માતાજીની આરાધના પર બોલી ગઈ એવું કે… -વિડીયો થયો વાઈરલ

Published on Trishul News at 4:57 PM, Sun, 22 October 2023

Last modified on October 22nd, 2023 at 4:58 PM

Urvashi Solanki’s statement on Navratri: આજે નવલી નવરાત્રીનું આઠમું નોરતું છે. સૌ કોઈ ભાવી બકતો આસ્થાના આ પર્વના ખુબ ધામ ધૂમથી ઉજવે છે. રાત્રે ખેલૈયાઓ મનભરીને ગરબે રમતા જોવા મળે છે.ક્યાંક ડીજેના તાલ સાથે તો ક્યાંક જૂની અર્વાચીન રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તે દરમિયાન ગુજરાતના અનેક ગાયકો માતાના ગરબા ગાઈ રહ્યા છે.

તે દરમિયાન ખેડામાંથી એક ગાયક કલાકારનો વીડિયો સામે આવી રહ્યો છે. જેને લઈને માતાના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કથિત ગુજરાતી કલાકાર ઉર્વશી સોલંકીએ માતાની(Urvashi Solanki’s statement on Navratri) આરાધનાના ઉત્સવને લાંછન લગાવ્યું છે. તેમણે કહ્યું છે કે, વેલેન્ટાઇનમાં નહીં તો , નવરાત્રીમાં કરો સેટિંગ. 9 દિવસમાં પણ સેટિંગ ના કરી શક્યા, તો તમે ખાલી ગરબા જ રમ્યા કહેવાય.

લોકોએ આ અંગે કહ્યું છે કે, આ સેલિબ્રિટી નવરાત્રી નહીં પરંતુ આપણા પવિત્ર તહેવારને લવરાત્રીમાં સમજી રહ્યા છે. તેવું લાગે છે. કથિત વાઇરલ વીડિયો ગુજરાતના નડિયાદના ડેરી રોડ ઉપર આવેલા મા શક્તિ ઉત્સવ નવરાત્રી મહોત્સવનો છે. આ કથિત વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ઉર્વશી પાંચમા નોરતે નડિયાદમાં આવી હતી.

શું બોલી ઉર્વશી
ઉર્વશીએ કહ્યું છે કે ગુજરાતના ગરબા આખા વર્લ્ડમા ફેમસ છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન નહીં પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ. આ પછી ઉર્વશીએ યુવાનોને મોટેથી પૂછ્યું કે ઉર્વશી “રાઈટને? આમાંથી કેટલા જણાએ આ 4 દિવસમાં આવું કર્યું?” જોકે ભીડમાંથી તેને જોઈતો જવાબ ન મળ્યો. તે બોલી કે 9 દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો પાક્કું તમે ગરબા જ રમ્યા છો. એવા બોઉ બધા હશે જેનું નવમાં દિવસે સેટિંગ નહીં થાય તે આવતી નવરાત્રીનું રાહ જોતા હશે.

ક્યાંનો છે વીડિયો
આ વિડીયો નડિયાદનો છે અને મા શક્તિ ગરબા ઉત્સવનો છે. આ ગરબાનું આયોજન સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ઉર્વશીનો આ વીડિયો વાયરલ થયા પછી લોકો ભડકી ઉઠ્યાં હતા અને તેની પાસે માફીની માગ પણ કરવા લાગ્યા હતા. એક ટ્વિટર યૂઝરે લખ્યું કે આ ઉર્વશી સોલંકી એમ કે છે કે નવરાત્રી “સેટિંગ” કરવાનો ઉત્સવ છે. જો નવમે દિવસે પણ તમે સિંગલ છો,તો તમે ગરબા જ રમ્યા છો. આ બેન ને ખબર પણ છે કે આપણી હિંદુ દીકરીઓને ફસાવવા માટે પંચર પુત્રો “વેશ” ધારણ કરીને ગરબામાં પહોંચે છે, પછી શું થાય છે? મૂર્ખ સ્ત્રી છે.

Be the first to comment on "ગુજરાતી કલાકાર ઉર્વશી સોલંકી નવરાત્રીમાં માતાજીની આરાધના પર બોલી ગઈ એવું કે… -વિડીયો થયો વાઈરલ"

Leave a comment

Your email address will not be published.


*