ગુજરાત(Gujarat): રાજ્યમાં ફરી એકવાર સતત ત્રણ દિવસ સુધી માવઠા(Mawtha)ની આગાહી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો છે. રાજ્યમાં એક દિવસ બાદ એટલે કે પાંચમી તારીખથી સાતમી તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ(rain) ખાબકશે.
આ બદલાતા વાતાવરણને કારણે તેની સીધી જ અસર લોકોને સ્વાસ્થ્ય પર થશે. આવી ડબલ ઋતુને કારણે રોગચાળો વકરી રહ્યો છે. સાથે જ વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં બાળકો આવી રહ્યા છે. જેને કારણે બાળકો અંગે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ જામશે.
આગાહી અનુસાર ત્રણ દિવસ સુધી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો આજની આગાહી:
આજે ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.