આ પહેલા પણ સુરતમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ભાજપ કાર્યકરની ફરી એકવાર અશ્લિલ હરકત સામે આવી હતી. કરંજ વિધાનસભા વોર્ડ નંબર 13ના ગ્રુપમાં ભાજપના કાર્યકર્તા દ્વારા અશ્લિલ ફોટા મુકાતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. એટલું જ નહીં વોટ્સએપના આ ગ્રુપમાં ધારાસભ્ય જનક બગદાણા પણ સામેલ છે. જોકે અશ્લિલ ફોટા મુક્યા બાદ ભાજપ કાર્યકર રાકેશ પટેલને ગ્રુપમાંથી કાઢી મુકાયા હતા.
આ ઉપરાંત અમદાવાદમાં પણ ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો હતો. ભાજપ વિધાનસભાના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવામાં આવતાં ફરી વિવાદ ઊભો થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ગ્રૂપમાં ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો પણ સામેલ છે, જેમાં અશોક કનોજિયા નામના વ્યક્તિએ ભાજપના સભ્યએ બીભત્સ વીડિયો મૂક્યો છે.
અને હવે ફરી એકવાર ભાજપના નેતા અશ્લિલ વીડિયોને કારણે ભારે ચર્ચામાં આવ્યા છે. આ વખતે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા મનોજ ઝવેરીએ વોટ્સએપ ગ્રૂપમાં મોડી રાતે ધડાધડ 16 જેટલા અશ્લિલ વીડિયો મૂકી દીધા.જે ભાજપના નેતાઓ માટે ખુબજ સરમજનક વાત છે.
આ ગ્રૂપમાં ભાજપના અનેક નેતાઓ, સંસ્થાઓની મહિલા પ્રમુખો, અધિકારીઓ અને વેપારીઓ સહિતના લોકો સામેલ છે. ત્યારે અશ્લિલ વીડિયો મૂક્યા બાદ ગ્રૂપમાં જ કેટલાક લોકોએ મનોજ ઝવેરીની ઝાટકણી કાઢી એડમિનને આ વ્યક્તિને ગ્રૂપમાંથી કાઢવાનું કહ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું કે અરે આ શ્રીમાન કોણ છે કે આવા વિકૃત માનસિકતા ધરાવે છે. જેમને ખ્યાલ જ નથી કે આ સમાચારનું ગ્રૂપ છે. અને આમાં સ્ત્રીઓ કે માં-બહેનો પણ જોડાયેલા છે. પૂછયા વગર આને સીધો ગ્રૂપની બહાર કરો ભાઈ. આવી વિકૃત માનસિકતા ધરાવતા નિર્લજ્જ લોકો જ બળાત્કારના ગુના કરતા હોય છે. ખૂબ જ શરમજનક ઘટના છે હો ભાઈ.’
બીજી બાજુ જ્યારે શહેર તથા રાજ્યમાં અશ્લિલ વીડિયો મૂકાયા હોવાની વાત ફરતી થતા મનોજ ઝવેરીએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો, એક ગુજરાતી ન્યૂઝ વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે મનોજ ઝવેરીએ જણાવ્યું કે, મને તો મોબાઇલ ચાલુ બંધ કરવા સિવાય કંઇ આવડતું નથી. હું રાત્રે લગ્ન પ્રસંગના વરઘોડામાં હતો. દોશીવટ બજારથી હું જોડાયો હતો અને દેના બેંક પાસે પહોંચતા સુધીમાં રાત્રે 11 કલાકના અરસામાં મોબાઇલ ખોવાયો હતો. ત્યારે વરઘોડામાં કપડાં પહેર્યા ન હોય તેવો છોકરો મોબાઇલ તેને મળ્યો હતો તેમ કહી મને આપી ગયો હતો. ત્યાર પછી ગ્રૂપ એડમીનનો ફોન આવ્યો ત્યારે મને આ સમગ્ર ઘટનાની ખબર પડી હતી. જોકે હું તરત જ ગૃપમાંથી લેફ્ટ થઇ ગયો હતો.
ચોંકાવનારી બાબત તો એ છે કે, આ મુદ્દો મંગળવારે શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતાં મનોજ પોતે તો આ ગ્રૂપમાંથી નીકળી ગયો પરંતુ કલાકો સુધી વીડિયો ડિલિટ પણ કર્યા ન હતા. સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખનું કહેવું છે કે, નોટિસ ફટકારી ખુલાસો પૂછવામાં આવશે. જો કે ખુલાસો જ્યારે પુછાય ત્યારે પરંતુ વધુ એક ભાજપ નેતા દ્વારા વોટ્સએપ ગ્રૂપમાં અશ્લિલતા ફેલાવવામાં આવી હોવાથી લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.