વિદ્યાલક્ષ્મી યોજના: હવે સ્કોલરશીપ અને એજ્યુકેશન લોન માટે નહીં ખાવા પડે જ્યાં ત્યાં ધક્કા

યોજના અંતર્ગત વિદ્યાર્થી પોર્ટલના માધ્યમથી 13 બેંકોની 22 પ્રકારની લોન નો લાભ લઇ શકશે. તેમાં સ્કોલરશીપ સ્કિન અને લોન માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું…

યોજના અંતર્ગત વિદ્યાર્થી પોર્ટલના માધ્યમથી 13 બેંકોની 22 પ્રકારની લોન નો લાભ લઇ શકશે.
તેમાં સ્કોલરશીપ સ્કિન અને લોન માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.

મોંઘા થઈ રહેલા શિક્ષણને લઈને બાળકોને સારું શિક્ષણ આપવું સહેલું નથી રહ્યું.આ મુશ્કેલીને ઓછી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના ચાલુ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત ભણતર માટે કેન્દ્રના દસથી વધારે મંત્રાલય અને વિભાગોની સ્કોલરશીપ સ્કીમ ના માધ્યમથી પૈસા અપાવવામાં આવે છે.આ ઉપરાંત યોજના અંતર્ગત વિદ્યાર્થી પોર્ટલના માધ્યમથી 13 બેંકોની 22 પ્રકારની લોન નો લાભ લઇ શકશો. તેમાં સ્કોલરશીપ સ્કિન અને લોન ને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવ્યા છે.

જરૂરિયાત મુજબ લોન મળે છે.

ચાર લાખ સુધીની લોન ઉપર સિક્યુરિટી જરૂરી નથી.
જો તમે ચાર લાખ રૂપિયા સુધીની એજયુકેશન લોન માટે આવેદન કરો છો તો તે લોન તમને માતા-પિતાની સાથે સંયુક્ત રૂપમાં મળશે. અને બીજો આલમ માટે કોઈપણ પ્રકારની સિક્યુરિટી જમા કરાવવાની જરૂરિયાત નથી. પરંતુ ચાર લાખથી વધારે ની લોન લો છો તો તમારે કોઈ ત્રીજા વ્યક્તિને ગેરેન્ટેડ તરીકે રાખવો પડે છે. જો લોન છ લાખ રૂપિયાથી વધારે છે તો બેન્ક ને તમારી કોઈ સંપત્તિ ને બંધક રાખવી પડે છે.

આ છે ફાયદા.
વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે એજ્યુકેશન લોન થી સંબંધિત સવાલ કે ફરિયાદ માટે ઇમેઇલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. લોન આવેદનની સ્થિતિને જોવા માટે ડેશબોર્ડની સુવિધા મળે છે. બેન્કની શિક્ષા લોન તેમજ અન્ય સ્કીમ પણ એક જ જગ્યા એ જાણવા મળે છે.લોન લેવા માટે કોમન પ્લેટફોર્મ ની લીધે વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન લેવા માટે જ્યાં ત્યાં ભટકવું નહીં પડે. કોર્સ પૂર્ણ થયા બાદ બેંક તમને પાંચ થી સાત વર્ષનો સમય આપે છે.

આ વાતોનું ધ્યાન રાખવું.
તમારા પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઇને લોન લો.
જો લોન સમયે ચૂકવવામાં ન આવે તો તમારી સાથે સાથે તમારા માતા-પિતાને પણ બેંક ડિફોલ્ટર ની યાદીમાં નાખી દેશે. જો તમે મધ્યમકક્ષા થી નીચેના છો તો સરકારી બેન્કમાંથી લોન લો. તેમાં વ્યાજ સબસીડી ની સરકારી યોજનાનો લાભ તમને મળશે.
લોનની રકમ દરેક સેમેસ્ટરની શરૂઆતમાં સીધી શૈક્ષણિક સંસ્થાના એકાઉન્ટમાં પહોંચી જાય છે. તમારે ધ્યાન રાખવું પડશે કે તેમાં કોલેજ કે યુનિવર્સિટીના બધા ખર્ચાઓ કવર થઇ જાય.
કઈ રીતે કરવું આવેદન.
આવેદન કરવા માટે બોટલ ઉપર આ લિંક ઉપર ક્લિક કરો.

https://www.vidyalakshmi.co.in/Students/

આ લીંક ઉપર તમે રજીસ્ટર થયા બાદ જ લોન માટે આવેદન કરવાનો અવસર મળશે.

https://www.vidyalakshmi.co.in/Students/signup

રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ તમને ઈમેલ આઈડી તેમજ પાસવર્ડ મળશે. ત્યારબાદ તમે ઇ-મેલ આઇડી તેમજ પાસવર્ડનો ઉપયોગ કરી લોગીન. એજ્યુકેશન લોન માટે તમે કોમન એજ્યુકેશન લોન ફોર્મ ભરો.

આ પુરાવા ની જરૂર પડશે.
આવેદનની સાથે આઈ.ડી.પ્રુફ એટલે કે આધાર કાર્ડ કે વોટર આઇડી અથવા પાનકાર્ડ. પાસપોર્ટ સાઇઝ ફોટો, એડ્રેસનો પુરાવો, માતા પિતાની આવકનો પુરાવો, હાઈસ્કૂલ અને ઇન્ટરમિડીયેટ ની માર્કશીટ ની ઝેરોક્ષ, જે સંસ્થામાં તમે ભણવા માગો છો તેનો એડમિશન લેટર અને કોર્સ ની સમય મર્યાદા ના પ્રૂફ સાથે તેના ફી સ્ટકચર નું વિવરણ પણ આપવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *