નવસારી/ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીને વળતર ન મળતા પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ

Suicide attempt of youth in Navsari: રાજ્યમાં અવારનવાર લોકો આર્થિક સંકડામણના કારણે ન જેવી બાબતે આઘાત કરીને જીવન ટૂંકાવતા હોય છે. દરેક ધંધાઓમાં મંદીના કારણે કર્મચારીઓ આઘાત કરીને જીવન ટૂંકાવી રહ્યા છે. અમુક વખત પોલીસની સમય સૂચકતાના કારણે ઘણા બધા લોકોને બચાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે.

નવસારી શહેરમાંથી આવી જ ઘટના સામે આવી રહી છે. જેમાં નેવ્યું ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીને યોગ્ય વળતર ન મળતા પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને સળગી મરવાનો પ્રયાસ કર્યો હતો.(Suicide attempt of youth in Navsari) આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

નવસારી જિલ્લાના DYSP એસ.કે રાઈ ને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં માહિતી મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે પોતાના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. તેમજ LCB પોલીસને મોકલીને યુવકનો જીવ બચાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

DYSP એસ કે રાયના જણાવ્યા અનુસાર, નેવી ડાયમંડ કંપનીના સંચાલકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનું તેમજ દિવસ માંગણીઓ કરતા હોવાના આરોપ સાથે યુવકે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને લાઇટર લઈને આપઘાત ના પ્રયાસ કર્યો હતો. ડાયમંડ ફેક્ટરી ની બહાર જ કંપનીના સંચાલકોની નજર સામે જ સળગે જવાનો પ્રયાસ થતા સંચાલકોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

જોકે, નવસારી એલસીબી પોલીસે સમય સૂચકતા સાચવી યુવકના હાથમાંથી પેટ્રોલનો ડબ્બો અને લાઇટર આચકી લઈને યોગનો અવાજ બચાવ કર્યો છે. ત્યારબાદ યુવકને નવસારી એલસીબી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં યુવકની પૂછરછ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *