ના ના આ પાકિસ્તાન નહિ સુરતની સિવિલ હોસ્પિટલ છે! ગરીબ પિતા પોતાના બાળકને તેડીને સારવાર માટે આખો દિવસ ભટક્યો

સુરતની નવી સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital) ફરી એકવાર વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબોની લાપરવાહી અને આળસના કારણે દર્દીઓએ હેરાન થવાનો વારો આવ્યો છે. એક…

સુરતની નવી સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital) ફરી એકવાર વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબોની લાપરવાહી અને આળસના કારણે દર્દીઓએ હેરાન થવાનો વારો આવ્યો છે. એક બાજુ સ્ટાફની અછત તો બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટરોની આડોડાઈ સાથે જ રેસિડેન્ટ તબીબોનો હોસ્પિટલમાં સંકલનના અભાવે એક પિતાની આંખોમાં આંસુ ભરી દીધા હતા.

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં એક પિતાએ પોતાના બાળકની સારવાર માટે સવારથી સાંજ ધક્કા ખાધા હતા. એટલું જ નહીં, બાળકને બેસાડવા માટે સ્ટ્રેચર પણ આપવામાં આવ્યું નહિ. સારવાર નહીં મળતાં લાચાર પિતાની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. નિતેશ ભાસ્કરભાઈ પાંડેએ પુત્રની સારવાર માટે સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital)માં રઝળવાનો વારો આવ્યો હતો. 6 વર્ષના પુત્રના પગમાં ફોલ્લો થઈ જતા સારવાર માટે તેને લઈ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

જો કે, સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. બાળકને સ્ટ્રેચર સુધા આપ્યું ન હતું. આ સાથે જ પિતાને પણ સવારથી સાંજ સુધી ધક્કા ખવડાવ્યા હતા. પોતા પુત્રને સારવાર ન મળતા પિતાની આંખો માંથી આંસુ સરી પડ્યા હતા. સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી યોગ્ય સારવાર મળી ન હોવાનું જાણવા મળ્યું હતું.

મૂળ બિહારના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા નિતેશ ભાસ્કરભાઈ પાંડે ડ્રાઇવિંગ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે, જેમાથી છ વર્ષના પુત્રને પગમાં ફોલ્લો થઈ ગયો હતો, જેની સારવાર માટે તેઓ તેને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોના સંકલનના અભાવે પિતાને રઝળવાનો વારો આવ્યો હતો. સવાર થી સાંજના પાંચ વાગ્યા સુધી યોગ્ય સારવાર મળી ન હોવાનું જાણવા મળ્યું હતું. બાળકને બેસાડવા માટે સ્ટ્રેચર પણ આપવામાં આવ્યું નહિ. આખરે પિતાની આંખમાંથી આંસુ સરી પડ્યાં હતાં.

સમગ્ર ઘટના અંગે CMOને જાણ થઈ ત્યારે સિવિલ તંત્ર જાગ્યું. બાળકને યોગ્ય સારવાર અને સ્ટ્રેચર આપવા જણાવ્યું હતું. જોકે મહત્ત્વનું છે કે આ પ્રકારની ઘટનાથી સમજી શકાય છે કે સિવિલ હોસ્પિટલનું તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધાને બદલે હાલાકી ભોગવવી પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *