સોશિયલ મીડિયામાં અવારનવાર ચર્ચાનો વિષય બનતી, tik tok સ્ટાર કીર્તિ પટેલ (Kirti Patel) વિરુદ્ધ સુરત (Surat) ના ડુમસ (Dumas) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી અનુસાર, ગોવા થી સુરત પરત ફરતા ફ્લાઇટની એરહોસ્ટેસ સાથે બબાલ કરી અભદ્ર શબ્દો પણ ભાંડયા હતા.
સુરત શહેરના ડુમસ પોલીસ મથકમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ધમકી અને મારામારીની ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યું છે કે, કીર્તિ પટેલ ગોવા થી સુરત પરત ફરી હતી. તે દરમિયાન ફ્લાઇટની મહિલા ક્રૂ મેમ્બર્સ સાથે માસ્ક બાબતે બબાલ ઊભી કરી હતી, અને ગાળો પણ ભાંડી હતી.
કીર્તિ પટેલના કાળા ભૂતકાળની વાત કરીએ તો, આ પહેલા પણ કીર્તિ પટેલ વિરુદ્ધ હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આજે પણ સુરત એરપોર્ટ પર એરહોસ્ટેસ સાથે માથાકૂટ કરી હતી અને અભદ્ર વર્તન કર્યું હતું. જેને પગલે ડુમસ પોલીસ મથકમાં, કીર્તિ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ પહેલા પણ બે દિવસ પહેલા અમદાવાદમાં કીર્તિ પટેલ વિરુધ ફરિયાદ નોંધાઈ હતી. અવારનવાર સોસીયલ મીડિયામાં ગાળો ભાંડતા વિડીયો અને મનફાવે તેમ કોઈ વિષે બોલી નાખતા વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ કરે છે. પરંતુ હાલ સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ફ્લાઇટની મહિલા ક્રૂ મેમ્બર્સ સાથે અભદ્ર વર્તન કરવા મામલે ફરિયાદ નોંધાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.