ગુજરાત(Gujarat): રાજ્યમાં માવઠા(Mawtha in gujarat)થી હજુ રાહત મળી છે ત્યાં જ ફરી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા માવઠાને લઈને મોટી આગાહી(Rain forecast) કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 4 દિવસ પછી ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવતા કહ્યું છે કે, હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના લીધે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે અને કચ્છમાં હિટવેવની શક્યતા પણ સેવાઈ રહી છે.
વધુમાં હવામાન વિભાગે જણાવતા કહ્યું છે કે, કચ્છમાં આગામી બે દિવસ સૂકા અને ગરમ પવન ફૂંકાશે અને ગરમીનું પ્રમાણ વધશે અને સાથે જ અન્ય શહેરોનું મહત્તમ તાપમાન પણ ઊંચું આવશે. આવનારા 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને 13 અને 14 માર્ચના રોજ માવઠું થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન એક્ટીવ થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે.
મહત્વનું છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાની દિશા જોઈએ આગાહી કરવામાં આવી હતી કે, આ વર્ષે વાવાઝોડાની સાથે ચોમાસાની શરૂઆત થશે. વાવાઝોડાની સાથે ચોમાસામાં વરસાદ આવવાને લીધે વરસાદની વચ્ચે બ્રેક લાગશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે ચોમાસું સારૂ રહેશે. આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થઇ શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું છે કે, આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડાઓ ત્રાટકી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવી શકે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા પણ જોવા મળશે.
આ વર્ષે હોળીનો પવન વાયવ્ય બાજુનો હોવાને કારણે વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાના પ્રમાણમાં વધારો થશે. વધુમાં કહ્યું છે કે, બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. એકંદરે વર્ષ સારૂ રહેશે. હોળીના દિવસે વાયવ્ય બાજુનો પવન હોવાને લીધે મુહૂર્તની દ્રષ્ટિએ આ નિશાની સારી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.