સુરતમાં ધમધમી રહ્યો હતો સ્પાની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો, 6 રૂપલલનાઓની ધરપકડ- જાણો કેવી રીતે પોલીસે કર્યું ઉઘાડું

સુરત(ગુજરાત): આજકાલ સુરત પોલીસ દ્વારા સતત કૂટણખાના અને જુગારધામ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં સ્પાની આડમાં લલનાઓ પાસે દેહ વેપાર કરાવીને ગોરખધંધા ચાલતા હોવાની સતત સુરત પોલીસને ફરિયાદ મળી રહી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં આ પ્રકારના ગોરખધંધાની જાણકારી મળતા પોલીસ દ્વારા છાપો મારી 6 લલના અને બે ગ્રાહકોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં દેહવેપારના ધંધામાં ઘણો વેગ મળી રહ્યો છે તેને લઈને સામાન્ય વ્યક્તિઓ હેરાન થઇ રહ્યા છે. જોકે, આ મામલે સતત પોલીસ કંટ્રોલરૂમને ફરિયાદો મળી રહી છે. આ દરમિયાન, સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મિડાસ સ્કેવર નામના બિલ્ડિંગમાં પણ આજ પ્રકારે સ્પાની આડમાં મસાજ પાર્લરના નામે ધંધો ચાલતો હોવાની ફરિયાદ સુરત પોલીસને મળતા ગઈકાલે મોડી સાંજે પોલીસ દ્વારા આ મામલે છાપો મારવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા છાપો મારવામાં આવતા સ્પામાંથી છ જેટલી લલના અને બે ગ્રાહકો મળી આવ્યા હતા. જોકે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ સ્પામાંથી અનેક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી. જોકે, આ સ્પા લાંબા સમયથી ચાલતો હોવાને લઈને સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલરૂમને ફોન કરતાં પોલીસે છાપો મારવામાં આવ્યો હતો.

જાણવા મળ્યું છે કે, પોલીસને જ્યાંથી તમામ પુરાવા મળતાં જ લલના અને ગ્રાહકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, આસપાસ કેટલા લાંબા સમયથી ચાલતો હોય તો આ સ્પામાં કયા પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી કે તમામ વસ્તુઓની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા લાંબા સમયથી ચાલતા આવા સ્પામાં પોલીસ દરોડા પાડી રહી છે.

આ દરમિયાન, વધુ એક સ્પા પર પોલીસના દરોડાને લઈને હાહાકાર મચી જવા પામ્યો હતો. જોકે, પોલીસના દરોડાને લઈને ગોડાદરા વિસ્તારમાં પણ આ પ્રકારના ગોરખધંધા કરતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે. સુરતમાં આ પ્રકારના 300થી વધુ જ ચાલતા હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા અલગ-અલગ સમય પર દરોડા પાડયા પ્રકારના ગોરખધંધા કરતા તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *