સામાન્ય માનવી પર મોંઘવારીનો માર: ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો- જાણો તમારા શહેરનો આજનો ભાવ

એક દિવસના વિરામ બાદ હવે દેશમાં ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સરકારી કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે…

એક દિવસના વિરામ બાદ હવે દેશમાં ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સરકારી કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલમાં પ્રતિ લિટરે 35 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 28 પૈસાનો વધારો જોવા મળ્યો છે. જયારે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ સો ને પાર એટલે કે 100.91 રૂપિયા થઈ ગયા છે. જયારે ડીઝલના ભાવમાં 89.88 રૂપિયા પ્રતિ લીટર થઇ ચુક્યું છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 100.91 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા 70 દિવસમાં પ્રતિ લિટરે 10.51 રૂપિયાનો ધરખમ વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં રાજધાની દિલ્હીમાં ડીઝલના ભાવમાં પણ ડીઝલના ભવમાં પ્રતિ લીટરે 9.15 રૂપિયાનો વધારો થયો છે.

મુંબઇમાં આજે પેટ્રોલ 106.92 રૂપિયા અને ડીઝલ રૂ .97.46 પ્રતિ લિટર છે, જયારે ચેન્નઇમાં પેટ્રોલ આજે રૂ. 101.67 અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લિટર છે, બેંગલુરુમાં આજે પેટ્રોલ 104.29 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લિટર છે, ચંદીગઢમાં આજે પેટ્રોલ 97.04 રૂપિયા અને ડીઝલ 89.51 રૂપિયા પ્રતિ લિટર છે, લખનૌમાં આજે પેટ્રોલ 98.01 રૂપિયા અને ડીઝલ 90.27 રૂપિયા પ્રતિ લિટર છે, પટણામાં આજે પેટ્રોલ 103.18 રૂપિયા અને ડીઝલ 95.46 રૂપિયા પ્રતિ લિટર છે, ભોપાલમાં આજે પેટ્રોલ 109.24 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લિટર છે, કોલકાતામાં આજે પેટ્રોલ 101.01 રૂપિયા અને ડીઝલ 92.97 રૂપિયા પ્રતિ લિટર છે, રાંચીમાં આજે પેટ્રોલ 95.96 રૂપિયા અને ડીઝલની કિંમત 94.84 રૂપિયા પ્રતિ લિટર છે.

પશ્ચિમ-બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગણા, દિલ્હી, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, તમિળનાડુ, જમ્મુ-કાશ્મીર, લદાખ, કેરળ, બિહાર, પંજાબ અને સિક્કીમમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ 100 રૂપિયાને પાર કરી ગયો છે. જયારે ઓડીશા, રાજસ્થાન, માધ્ય્પ્રદેશ જેવા અન્ય કેટલાક રાજ્યોમાં ડીઝલના ભાવમાં લીટર દીઠ 100 રૂપિયાને પાર કરી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *