સુરત(ગુજરાત): છેલ્લા ઘણા સમયથી કોરોનાએ કેટલાય લોકોના જીવ લીધા અને ઘણા ધંધા પણ ભાંગી પાડ્યા હતા. જેને લઈને રાજ્યમાં આપઘાતના અનેક બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને સુરતમાંથી આપઘાતના અનેક બનાવો સામે આવ્યા છે. આ દરમિયાન, શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતના અમરોલી વિસ્તારના એક સિલાઈ મશીન કારખાનેદારે પોતાના કારખાનામાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે.
કોરોનાની મહામારી વચ્ચે લાગુ થયેલા લોકડાઉન અને ત્યારબાદ થયેલા અનલોકમાં વેપાર-ધંધા હજુ રાબેતા મુજબ શરૂ થયા નથી. આ સાથે જ મોટા પ્રમાણમાં વેપાર-ધંધા બંધ થઈ ગયા છે. આ કારણે આર્થિક ભીંસમાં મૂકાયેલા લોકો સતત આપઘાત કરી રહ્યા છે. આ દરમિયાન, વધુ એક આપઘાતની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે.
મૂળ ભાવનગરના સ્ટેશન નજીક ચિત્રા બેંક કોલોનીના રહેવાસી એવા પરેશભાઈ ઘનશ્યામભાઈ વિરડીયા છેલ્લા કેટલાક વર્ષથી સુરતમાં રહેવા આવ્યા હતા. મોટા વરાછા વીઆઈપી સર્કલ નજીક સાઈ એવન્યૂ હાઈટમાં તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ સુરતના અમરોલી કોસાડ બીઆરટીએસ બસ સ્ટેશન નજીક સિલાઈ મશીનનું કારખાનું ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોનાની મહામારીને લઈને તેમનો વેપાર ધંધો બંધ થઇ ગયો હતો. બીજી બાજુ તેઓ જે ફ્લેટમાં રહેતા હતા તેનો હપ્તા ન ભરાતા તેણો સતત માનસિત તણાવમાં રહેતા હતા. ગઈકાલે પોતાના કારખાને ગયા બાદ પરિવારે ફોન કર્યો હતો. જોકે, તેમણે ફોન ન ઉપાડતા પરેશભાઈના ભાઈ તાત્કાલિક કારખાને દોડી ગયા હતા. ત્યાં જઈને જોતા પરેશભાઈ કારખાનામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે પરેશભાઈના ભાઈ દ્વારા તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ પરિવારને અને પોલીસને કરવામાં આવી હતી.
ત્યારબાદ, પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગુનો દાખલ કર્યો હતો. પરેશભાઈ છેલ્લા લાંબા સમયથી ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક ભીંસમાં મૂકાઈ ગયા હતા. બીજી તરફ ફ્લેટના હપ્તા ન ભરપાઈ થતા માનસિક તણાવમાં રહેતા હતા. ત્યારબાદ તેમણે આવેશમાં આવીને આ પગલું ભર્યુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત, જાણવા મળ્યું છે કે, પરેશભાઈને બે પુત્ર છે. પરેશભાઈએ આવું પગલું ભરી લેતા બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. આ ઘટના બાદ પરેશભાઈના પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.