સુરત શહેરમાં એક દિવસ પહેલા રાત્રે સાડા ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કાર ગુજારનાર હવસખોરને જલ્દીથી જલ્દી કડકમાં કડક સજા મળે એ માટે સુરતના કલેકટરશ્રીને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરતની ગર્લ્સ વિંગ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત મહિલા પ્રમુખ જાનવી ભુવાની આગેવાની હેઠળ આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં લખવામાં આવ્યું હતું કે, અડાજણ પાલ ગૌરવપથ રોડ પર શ્રમિક પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ આચર્યો હતો જે ઘટનાથી આપ વાકેફ છો જેવી રીતે તમે સૌ જાણો છો કે આપણા ભારત દેશમાં રોજ કેટલીય મહિલાઓ આવા દુષ્કર્મ નો શિકાર બને છે પરંતુ આ નરાધમોને કોઈપણ જાતની સજા લાંબા ગાળા સુધી આપવામાં આવતી આમાં આપણા ન્યાયતંત્રની ઢીલાશ દેખાય છે.
આવેદનપત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, અમે મહિલાઓ છીએ અને મહિલાઓ તરીકે અમારા સ્વતંત્ર ભારત દેશમાં અમને સંપૂર્ણ સુરક્ષા મળે એવી હંમેશા અમારી માગણી રહી છે કાલે સાડા ચાર વર્ષની બાળકી સાથે જે ઘટના બની તે અતિ ગંભીર ઘટના છે અને ગુજરાતની આર્થિક રાજધાની ગણાતી સુરતમાં આવી ઘટના બને એ આપણા માટે શરમની વાત છે.
સાથે આવેદન પત્રમાં લખ્યું હતું કે, આથી અમારી આપને નમ્ર અપીલ છે કે આવી ઘટનાઓને રોકવા માટે જો આવા નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તો આવનારા સમયમાં આવી ઘટનાઓ બનતા અટકાવી શકીશું. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરતની મહિલાઓ તરીકે અમારી આપને નમ્ર અપીલ છે કે આ દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક સજા કે જેને જોઈને આવનારા સમયમાં કોઈ પણ આવા દુષ્કર્મ કરવાનું વિચારે નહીં તેવી સજા કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.