Arabian sea Cyclone Biporjoy Alert IMD: અરબી સમુદ્ર (Arabian sea) માં આ વર્ષે પ્રથમ ચક્રવાતી તોફાન બિપરજોય (Cyclone Biporjoy) ઝડપથી ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યું છે. ગુરુવારે તોફાન ગોવાના કિનારે લગભગ 860 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં પહોંચી ગયું છે. ગોવામાં ભારે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અહીં હવામાન વિભાગે પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
IMDએ કહ્યું કે બંગાળની ખાડી પર બનેલ ચક્રવાત બિપરજોય ધીમે ધીમે ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. વાવાઝોડાની ટોચ પછી પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જોકે IMDએ હજુ સુધી લેન્ડફોલ લોકેશન વિશે માહિતી આપી નથી.
12મી જૂને બિપોરજોય ગંભીર સ્વરૂપ ધારણ કરે છે
અંબાલાલ પટેલ સહીત અનેક હવામાનશાસ્ત્રીઓએ સંભાવના વ્યક્ત કરી છે કે 12 જૂન સુધીમાં બિપરજોય ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડું વધુ તીવ્ર બની રહ્યું છે અને હવામાન પરિવર્તનને કારણે તે લાંબા સમય સુધી ખૂબ સક્રિય રહી શકે છે.
IMDએ આ રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે
9 થી 11 જૂન દરમિયાન લક્ષદ્વીપ, ત્યારબાદ 10 અને 11 જૂને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, 9 જૂન દરમિયાન મણિપુર અને મિઝોરમમાં અને 10 અને 11 જૂને અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની અપેક્ષા છે.
બાંગ્લાદેશે ચક્રવાતનું નામ આપ્યું
ચક્રવાતી તોફાનનું નામ બિપરજોય બાંગ્લાદેશે આપ્યું છે. કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે 8 થી 10 જૂન સુધી દરિયાકાંઠાના દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. આ અંગે માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને દરિયા કિનારેથી પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. કોંકણના દરિયાકાંઠાના વિસ્તારોમાં રાયગઢ, રત્નાગીરી સહિત મુંબઈ, પાલઘરમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.