ગણેશ વિસર્જનમાં બાપાના વિસર્જન સાથે બીજા 7 યુવકોનું નદીમાં ડૂબવાથી થયું વિસર્જન. જાણો વધુ

હાલતો દરેક લોકો ગણપતિની પૂજા કરી રહ્યા છે. દરેક શેરી માં ગણપતિને બેસાડી તેમની આરતી અને પૂજન કરી રહ્યા છે. ગણેશ ચતુર્થી માં દરેક ભક્તો…

હાલતો દરેક લોકો ગણપતિની પૂજા કરી રહ્યા છે. દરેક શેરી માં ગણપતિને બેસાડી તેમની આરતી અને પૂજન કરી રહ્યા છે. ગણેશ ચતુર્થી માં દરેક ભક્તો ગણપતિને લાવી તેમનું વિસર્જન કરે છે. આમતો હવે ગણેશ ચતુર્થી એક મોટો તહેવાર થઇ ગયો છે. અને લોકો ધામધુમથી આ તહેવારની ઉજવણી કરે છે. દરેક લોકો ગણપતિને પોતાના સામર્થ્ય પ્રમાણે બેસાડે છે. અને તેમનું વિસર્જન કરે છે.

જયારે ગણપતિનું વિસર્જન આવે ત્યારે અનેક લોકો ગાંડા બની જાય છે. અને મનફાવે તેમ કરે છે. અને આમાં ને આમાં પોતાનો જીવ ગુમાવી બેસે છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ગણેશ વિસર્જન માં લોકો ડૂબીને મૃત્યુ પામે છે.

અરવલ્લી જીલ્લાના ધનસુરાના ખડોલ ગામે ગણેશ વિસર્જન દરમ્યાન નદીમાં ડૂબેલા 7 યુવકોમાંથી 1 યુવકનું મોત નિપજ્યુ છે. અને આ ઘટના માં એક યુવક જીવતો મળી આવ્યો હતો. અને પાંચ યુવકોની શોધખોળ શરૂ કરાઇ છે. બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જાણ થતાં ત્વરિત ઘટના સ્થળે મદદ માટે પહોંચી ગયા હતા. યુવકો કેશરપુરા અને જશવંત પુરા ગામના યુવાનો હોવાનું ખુલ્યું છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને અન્ય યુવકોની શોધખોળ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *