સુરત: બહુમાળીના ત્રીજા માળેથી નીચે પડતા 25 વર્ષના યુવકનું કરુણ મોત. જાણો ચોકાવનારું કારણ.

સુરતમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી બહુમાળીના ત્રીજા માળેથી નીચે પડતા 25 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. લોકોની ભારે અવરજવર રહેતા બહુમાળી બિલ્ડીંગના…

સુરતમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી બહુમાળીના ત્રીજા માળેથી નીચે પડતા 25 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. લોકોની ભારે અવરજવર રહેતા બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળેથી યુવક કઈ રીતે નીચે પટકાયો તેનું રહસ્ય ઘેરાય રહ્યું છે. બહુમાળી બિલ્ડીંગમાં બનેલી આ વિચિત્ર ઘટના અગાઉ યુવકે પોતાના મિત્રને એક મેસેજ પણ મોબાઈલ પર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે,મારા શરીર માં કોઈ ઘુસી ગયું છે અને તે મને ટેરેસ પર લઈ આવ્યું છે. મારી પાસે ચાલીસ હજાર રૂપિયા રોકડા પડ્યા છે અને તું મને બચાવવા આવ. સરકારી કચેરીમાં બનેલી આ ઘટના હવે પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે.

અઠવાલાઇન્સ વિસ્તારમાં બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળેથી ગત રોજ 25 વર્ષીય રાજ પટેલ નામનો યુવક નીચે પટકાતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. જે બાદ લાશને પોસ્ટ–મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના બાદ અઠવા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આજ રોજ યુવકની લાશનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ–મોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યાં મૃતક ના મિત્ર એ જણાવ્યું હતું કે,રાજ પટેલ વકીલની ઓફિસમાં ફરજ બજાવે છે.

આગળના દિવસોમાં પણ તે પોતાના અન્ય ત્રણ મીત્રો જોડે બહુમાળી આવ્યો હતો. જે દરમ્યાન ત્રીજા માળેથી રાજ નીચે પટકાતા તેનું મોત થયું હતું. જો કે ચોથા માળેથી તેની એક બેગ પણ મળી આવી છે. ઘટના અગાઉ તેણે મોબાઈલ પર એક મેસેજ પણ કર્યો હતો. પોતે બહુમાળીની ટેરેસ પર છે અને તેના શરીરમાં કોઈ ઘુસી ગયું છે. એક વ્યક્તિ પાસે રૂપિયા લેવાના હતા. જે લઈ લીધા છે અને પોતાની પાસે ચાલીસ હજાર રોકડા રૂપિયા પડ્યા છે. મારી અંદર ઘુસેલ વ્યક્તિ મારી પ્રગતિ જોઈ નથી શકતું અને જેથી તે આવું કરી રહ્યો છે. તું મને બચાવવા આવ. આ પ્રમાણેનો એક મેસેજ મોબાઈલ પર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મૃતકનું બેગ બહુમાળી બિલ્ડીંગના ચોથા માળેથી મળી આવી હતી અને ઘટના ત્રીજા માળે બની હતી. જે પોલીસ માટે તપાસનો વિષય છે. બહુમાળી કચેરીમાં દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે આ ઘટના શંકા ઉપજાવનારી સામે આવી રહી છે. જો કે યુવકના મોતના પગલે અઠવા પોલીસની તપાસ દરમ્યાન ચોક્કસ હકીકત બહાર આવે તો નવાઈ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *