અરવલ્લીનો Sunsar Waterfall સક્રિય થતા આસપાસના જીલ્લાના યુવાનો કુદરતના ખોળે ઉમટ્યા

અરવલ્લીમાં ભિલોડા પાસે આવેલો સુનસર ધોધ (Sunsar Waterfall) ફરી સક્રિય,અલ્હાદક નજારો નિહાળવા સહિલાણી ઓ ઉમટ્યા ભિલોડા પંથકમાં પડેલા ભારે વરસાદને લઈ ધોધ સંપૂર્ણ જીવંત થયો…

અરવલ્લીમાં ભિલોડા પાસે આવેલો સુનસર ધોધ (Sunsar Waterfall) ફરી સક્રિય,અલ્હાદક નજારો નિહાળવા સહિલાણી ઓ ઉમટ્યા ભિલોડા પંથકમાં પડેલા ભારે વરસાદને લઈ ધોધ સંપૂર્ણ જીવંત થયો સુનસર ખાતે ધરતી માતાના મંદિર પાસેથી વહે છે ધોધ ધોધ સંપૂર્ણ જીવંત થતા સાહેલાણીઓની સંખ્યામાં થશે વધારો ધોધ સોળેકળાએ ખીલી ઉઠતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હાલ હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભીલોડામાં ભારે વરસાદ ખાબકતા વધુ એક વખત સુનસર ધોધ જીવંત થયો છે.

ભિલોડા અને આસપાસના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદના કારણે સુનસરનો ધોધ ફરી એક વખત જીવંત થયો છે. ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા સુનસરનો નજારો ખુબજ આલાહદક લાગી રહ્યો છે. દૂર દૂરથી સહેલાણીઓ ધોધનો નજારો માણવા ઉમટ્યા હતા.મોડાસા,અમદાવાદ,હિંમતનગરથી પ્રવાસીઓ ધોધનો નજારો માણવા પહોંચ્યા હતા ત્યારે ધોધનો નયનરમ્ય નજારો જોવા મળી રહયો છે.

અરવલ્લીનો આ ધોધ જાણે ઈશ્વરની માણસ જાત પરની કૃપાનો સંદેશો આપી રહ્યો હોય તેવો આ “સુનસર ધોધ”નો આહલાદક નયનરમ્ય નજારો જોવા ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે. અમદાવાદથી લગભગ 131 કિલોમિટર જેટલા અંતરે એટલે કે માત્ર અઢી કલાક ત્રણ કલાકના અંતરે આવેલો આ ધોધ એક દિવસ માટેનું પીકનીક સ્પોટ બની શકે તેમ છે.

અહીંનો કુદરતી નજારો આપને અવશ્ય મંત્રમુગ્ધ કરી દે તેવો છે. હાલમાં અરવલ્લી અને ભિલોડામાં જ્યાં લોકો લાંબા સમયથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે પાણી માટે ઘણાઓને કિલોમીટરો કાપવા પડતા હતા ત્યારે હાલ અહીં ધોધ વહે છે. અહીં આપને ગુજરાતના અન્ય સ્થળોથી સાવ અલગ જ નજારો અને અનુભવ મળે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *