ગુજરાતભરમાં ભારે વરસાદે મચાવી તબાહી: પાણીમાં ગરકાવ થયું આખેઆખુ કડોદ ગામ- ઘરના ધાબા પર રહેવા મજબૂર બન્યા લોકો

Published on Trishul News at 5:40 PM, Mon, 18 September 2023

Last modified on September 18th, 2023 at 5:40 PM

Bharuch Flood Latest News: રાજ્રયમાં છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, તેમાં પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, આ કારણે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે સમાચાર મળી રહ્યાં છે કે ભરુચમાં(Bharuch Flood Latest News) ભારે વરસાદથી કડોડ ગામ આખે આખુ પુરમાં ડૂબી ગયું છે.

મળતી માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા નદી ઓવરફ્લૉ થઇ ચુકી છે. હવે નદીઓ અને વરસાદી પાણી આજુબાજુના ગામોમાં પણ ઘૂસી રહ્યાં છે. ભરુચ જિલ્લાના શુક્લાતીર્થ નજીક આવેલા કડોદ ગામમાં વરસાદી પુરથી ખતરો ઉભો થયો છે, કડોદમાં છેલ્લા બે દિવસથી પાણી ભરાયા છે અને અનેક પરિવારો આ પુરમાં ફસાયા છે.

અત્યારે કેટલાય પરિવારો તો ગામના ઉંચા મકાનોના ધાબા પર રહેવા મજબૂર બનો ગયા છે. છેલ્લા બે દિવસથી પુરની સ્થિતિ સર્જાયા છે છતાં કોઇ પણ મદદ માટે કડોદમાં પહોંચી નથી. ગામના લોકો દ્વારા મીડિયાના માધ્યમથી રેસ્ક્યૂ કરવા અપીલ કરવામાં આવી છે. ગામમાં ફસાયેલ પરિવારમાં નાના-નાનાં બાળકો પણ હોવાની માહિતી સામે આવી રહી છે.

ભાદરવામાં અનરાધાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 100 તાલુકામાં વરસાદ
ઓગસ્ટ મહિનાના વિરામ પછી સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ રહ્યું છે. 24 કલાકમાં રાજ્યના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે અને હજુ પણ આવનાર 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રીય છે જેના કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદ અને હજુ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન કરવામાં આવ્યું છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપવામાં આવી રહી છે.

Be the first to comment on "ગુજરાતભરમાં ભારે વરસાદે મચાવી તબાહી: પાણીમાં ગરકાવ થયું આખેઆખુ કડોદ ગામ- ઘરના ધાબા પર રહેવા મજબૂર બન્યા લોકો"

Leave a comment

Your email address will not be published.


*