આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સમાં ચાલતી ટ્રેનની નીચે પડી ગઈ હતી તેમ છતાં ચમત્કારિક રીતે મહિલા બચી ગઈ. લો બ્લડપ્રેશરને કારણે મહિલાને ચક્કર આવવા લાગ્યા અને તે પ્લેટફોર્મ પરથી ચાલતી ટ્રેન નીચે પડી ગઈ. ત્યાં હાજર લોકોએ તરત જ તેને બહાર કાઢી હતી. મહિલાને કોઈ ઈજા થઈ ન હતી અને તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. અકસ્માત બાદ તરત જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને ખતરાની બહાર હોવાનું જણાવ્યું હતું
ઘટના CCTVમાં કેદ
આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં મહિલા પ્લેટફોર્મ પર રાહ જોઈ રહી છે. પછી તેને ચક્કર આવે છે અને તે લથડિયું ખાઈને ચાલતી ટ્રેનની નીચે પડી જાય છે. જો કે, ત્યાં ઉભેલા લોકોએ તરત જ તેને બહાર કાઢી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહિલાએ કહ્યું- મને ખબર નથી કે હું હજી કેવી રીતે જીવિત છું. એવું લાગે છે કે, “મને બીજું જીવન મળ્યું છે. હું હજી પણ સમજવાનો પ્રયત્ન કરી રહી છું કે શું થયું હતું.”
બ્યુન,આર્જેન્ટિના – “રામ રાખે તેને કોન ચાખે”: BP લો થઇ જતા ચાલતી ટ્રેન નીચે પડી ગઈ મહિલા – જુઓ કાળજું કંપાવતી ઘટનાનો LIVE વિડીયો #argentina #railway #station #woman #viralvideo #trishulnews pic.twitter.com/9okAZrfIRA
— Trishul News (@TrishulNews) April 20, 2022
લો બીપીને કારણે આવ્યા ચક્કર
મહિલાએ જણાવ્યું કે, “લો બ્લડ પ્રેશર (બીપી)ને કારણે તેને ચક્કર આવી રહ્યા હતા. તેણીએ તેની સામે ઉભેલી વ્યક્તિ પાસેથી મદદ માંગવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે કંઈ બોલે તે પહેલા જ પડી ગઈ હતી. જે બાદ તે બેહોશ થઈ ગઈ હતી. જ્યારે લોકોએ તેને ટ્રેનની નીચેથી બહાર કાઢી ત્યારે તે સંપૂર્ણપણે સુરક્ષિત હતી.”
પહેલા પણ બની ચુકી છે આવી ઘટના
ગયા મહિને ગુજરાતમાં આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં સુરતમાં ચાલતી ટ્રેન નીચે લપસી જતાં એક વ્યક્તિ બચી ગયો હતો. યુવક ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.