અમેરીકાના રાજ્ય જોર્જીયાના એટલાન્ટામાં મંગળવારની રાતે પૈસાથી ભરેલી ટ્રકનો રસ્તા પર દરવાજો ખુલી ગયો અને હજારો નોટો ટ્રકની બહાર ઉડવા લાગ્યા. રસ્તા પર ઉડતી આ નોટોને જોઈને લોકોએ ગાડી રોકીને તેને વીણવાનું શરૂ કરી દીધું. ડનવુડી પોલીસે સાર્જેટ રોબર્ટ પારસન્સે જણાવ્યું કે નોટોને ઉડતી જોઈને લોકો રસ્તા પર ઉભા રહીને નોટ લૂંટવા લાગ્યા.
તેમણે જણાવ્યું કે તેમણે ફક્ત ફિલ્મોમાં જ આવું થતા જોયું છે. તેમણે જણાવ્યા અનુસાર આવું પહેલી વખત હતું કે તેમની સામે હકીકતમાં જ ચાલતી ટ્રકમાંથી નોટો હવામાં ઉડી રહી હતી. અટલાન્ટાના વેસ્ટબાઉન્ડમાં થયેલી આ ઘટના બાદ અધિકારીઓએ જણાવ્યું કે લગભગ 1 લાખ 75 હજાર ડોલર ટ્રકમાંથી ઉડી ગયા છે અને પાછા નથી મળ્યા.
પોલીસે જણાવ્યું કે ફરિયાદીઓએ તેમને ફોન કરીને કહ્યું કે લગભગ 15 ગાડીઓ રસ્તા પર રોકાઈ અને લોકો ટ્રકમાંથી ઉડતી નોટોને લૂંટી રહ્યા હતા. અધિકારીઓ અને ટ્રકના ક્રૂએ મળીને ઘણી નોટો એકઠી કરી જોકે મોટાભાગની નોટો ગાયબ છે.
અધિકારીઓએ જણાવ્યું કે જે લોકો નોટો પોતાના ઘરે લઈ ગયા છે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમનું કહેવું છે કે જેમની પાસેથી નોટો નિકળશે તેની વિરુદ્ધ ચોરીનો મામલે દાખલ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.