સેના અધ્યક્ષ બિપિન રાવતની પાકિસ્તાનને ચેતાવણી, યુદ્ધની સ્થિતિ થશે તો જડબાતોડ જવાબ મળશે

સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે કારગિલ યુદ્ધ વિજય દિવસ પર ફરીવાર પાકિસ્તાનને ચેતાવણી આપી. તેમણે જણાવ્યુ કે, પાકિસ્તાન ફરીવાર કારગિલ જેવા  યુદ્ધની કોશિશ નહી કરે.…

સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે કારગિલ યુદ્ધ વિજય દિવસ પર ફરીવાર પાકિસ્તાનને ચેતાવણી આપી. તેમણે જણાવ્યુ કે, પાકિસ્તાન ફરીવાર કારગિલ જેવા  યુદ્ધની કોશિશ નહી કરે. જો પાકિસ્તાન યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરશે તો તેને કડક ભાષામાં જવાબ ભારત આપશે.

પાકિસ્તાન સતત આતંકવાદી ઘટનાને અંજામ આપવા આતંકવાદીઓને ભારતમાં મોકલે છે. જેથી પાકિસ્તાને આતંકવાદીઓની ઘુસણખોરી બંધ કરે. તેમણે પુલવામા હુમલા અંગે નિવેદન આપતા જણાવ્યુ કે, પાકિસ્તાનને પુલવામા હુમલાના પુરાવા આપ્યા છે. તેમ છતા પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.


મહત્વપૂર્ણ છે કે, 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં ભારતની જીત થઈ હતી.જે બાદ 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *