ગુજરાત સરકારના નોકરી આપવાના દાવા પોકળ સાબિત થયા, છેલ્લા પાંચ વર્ષમાં સરકારી નોકરીમાં ૮૫ ટકાનો ઘટાડો

ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરી દેવાના મામલામાં છેલ્લા 5 વર્ષમાં 85 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. વિધાનસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગુજરાત સરકારે આંકડાઓ પેશ કર્યા હતા. આંકડાઓ અનુસાર વર્ષ 2013-14 થી લઈને વર્ષ 2017-18 સુધીમાં ફક્ત 57,920 સરકારી નોકરીઓના પદ ભરવામાં આવ્યા. ઓકટોબર 2013 થી સપ્ટેમ્બર 2014 વચ્ચે 25,566 સરકારી નોકરીઓ આપવામાં આવી. પરંતુ ત્યારબાદ દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા નોકરી આપવાના મામલામાં ઘટાડો થવા લાગ્યો છે અને ફેબ્રુઆરી 2017 અને સપ્ટેમ્બર2018 વચ્ચે ફક્ત 3,584 નોકરીઓ જ આપવામાં આવી.

જણાવી દઈએ કે કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ કોળી પટેલ એ વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો કે સરકારે રાજ્યમાં કેટલી સરકારી અને પ્રાઇવેટ નોકરીઓ અપાવી છે? તેના જવાબમાં ગુજરાત સરકારના રોજગાર મંત્રી દિલીપ કુમાર ઠાકોરે વિધાનસભામાં નોકરીઓના આંકડાઓ જણાવ્યા હતા. આપવામાં આવેલ જવાબ અનુસાર વીતેલા પાંચ વર્ષોમાં રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાં 57,920 લોકોને જ સરકારી નોકરી મળી છે. આ સમય દરમ્યાન ગુજરાતમાં કુલ 17,52,890 નોકરીઓ આપવામાં આવી, અને આ કુલ નોકરીઓમાં થી સરકારી નોકરી ઓ નો ભાગ 3.3% હતો. સૌથી વધુ સરકારી નોકરીઓ નર્મદા, અમરેલી, ગોધરા અને કચ્છ માપવામાં આવી છે. વર્ષ 2018 માં સૌથી વધુ નોકરીઓ નર્મદા જિલ્લામાં આપવામાં આવી.

ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત સરકારે સંશોધિત બજેટ જાહેર કર્યું છે. પોતાના બજેટના ભાષણમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું કે વિતેલા પાંચ વર્ષો દરમિયાન રાજ્યમાં 1,18,478 નોકરીઓ આપવામાં આવી છે. સાથે જ નીતિન પટેલે જણાવ્યું કે સરકાર આગલા ત્રણ વર્ષમાં 60 હજાર નોકરીઓ આપશે અને નોકરીઓ આપવા માટેની વિવિધ યોજનાઓ કરશે. પરંતુ હાલ બહાર આવેલા તાજા આંકડાઓ નીતિન પટેલના દાવાને ખોટો સાબિત કરી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રાઇવેટ નોકરીઓમાં ૩૨ ટકાનો ઉછાળ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *