ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે પોલીસકર્મીઓએ એક આર્મી જવાનને ખરાબ રીતે માર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ અંતર્ગત આ ઘટના સાથે સંકળાયેલા બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. જે બે પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે તેમના નામ રાજેશ બાંધીયા અને ચેતન મકવાણા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જૂનાગઢ ના એસપી રવિ તેજા વસમસેટ્ટીના આદેશથી તેમને બાંટવા પોલીસ સ્ટેશન સાથે જોડવામાં આવ્યા છે.
આખરે વીડિયોમાં શું છે?
જે વીડિયો વિશે વાત કરવામાં આવી રહી છે તે 29 ઓગસ્ટની રાતનો છે. તે માણાવદર તાલુકાનું પડરડી ગામ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બે પોલીસકર્મીઓ સેનાના જવાનને નિર્દયતાથી માર મારી રહ્યા છે. સેનાના જવાનનું નામ કાન્હાભાઈ કેસવાલા તરીકે જણાવવામાં આવ્યું છે. તે થોડા દિવસ પહેલા રજા પર પોતાના ગામ આવ્યો હતો. બંને પોલીસકર્મીઓ અન્ય પોલીસકર્મીઓ અને ગ્રામજનોની હાજરીમાં આ સેનાના જવાનને લાકડીથી મારી રહ્યા હોય છે. આ સાથે, તેમના પર ઢીક્કા પણ મારવામાં આવી રહ્યા છે.
Such a shameful act by Junagadh police
Is this justice to a soldier? pic.twitter.com/p6yqaoVosF— Ajay Chaudhary (@AjayCha18645880) September 1, 2021
ઘટના પાછળનું કારણ શું છે?
આ ઘટના પાછળ અલગ અલગ કારણો આપવામાં આવી રહ્યા છે. આર્મી જવાનની માતાનું કહેવું છે કે તેના પુત્રને પોલીસકર્મીઓએ કોઈ કારણ વગર માર માર્યો હતો. સાથે જ ગામના લોકો અન્ય કોઈ કારણ આપી રહ્યા છે. ગામના લોકોએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા કેટલાક પોલીસકર્મીઓ ગામમાં પ્રેમ લગ્ન સંબંધિત કેસની તપાસ માટે આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ પોલીસકર્મીઓને શંકા હતી કે આ સેનાનો જવાન પણ ટોળામાં સામેલ હતો જેણે પોલીસકર્મીઓને માર માર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.