ભારતીય સેનાને નડ્યો ભયંકર અકસ્માત, કર્નલ અને મેજર સહીત એક જવાનનું કરુણ મોત -ઋત્વિક રોશન સાથે કર્યું હતું કામ

સમગ્ર દેશમાંથી તેમજ રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવુતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.રાજસ્થાનમાં આવેલ જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર શનિવારનાં રોજ સવારમાં એક રોડ અકસ્માતમાં સેનાના કુલ 2 અધિકારી સહિત કુલ 3 નાં મોત થયાં છે. આ દુર્ઘટના બિકાનેરથી જયપુર બાજુ કુલ 40 કિલોમીટર દુર જોધા ગામની નજીક બની હતી.

હાઈવે પર આવેલ જાનવરોને બચાવવાનાં ચક્કરમાં સેનાનું વાહન અસંતુલીત થઈને પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં સેનાની કુલ 19 સીખ લાઈટ ઈન્ફેંટ્રીનાં કર્નલ MS ચૌહાણ તથા મેજર નીરજનું મોત થયું છે. જ્યારે મેજર નીરજની સાથે બીજા એકની મોતની પણ માહિતી મળી છે.

પૂર્વ સેના પ્રમુખ વેદ મલિકે આ અકસ્માતને ખુબ જ ગંભીર ગણાવ્યો હતો. તેણે ટ્વિટર પર લખતાં જણાવ્યું કે, આ રોડ દુર્ઘટનામાં સેનાનાં અનમોલે જીવ ગુમાવી દીધો છે. હાલમાં તો દુર્ઘટનાને લઈને સેનામાંથી કોઈ અધિકારીક નિવેદન મળ્યું નથી. જો કે, સોશયલ મીડિયા પર દુર્ઘટનાનાં ફોટાની સાથે જ સેનાનાં અધિકારીનાં મોતનાં સમાચાર ઘણાં વાઈરલ થઈ રહ્યાં છે.

કર્નલ MS ચૌહાણનો આ ફોટો સોશયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશનની સાથે નજરે આવી રહ્યાં છે. આ ફોટો ત્યારનાં સમયનો છે કે, જ્યારે દેહરાદુનમાં સૈનિક કેમ્પમાં થયેલ શૂટિંગનો ભાગ બન્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *