ભાજપનું પ્રાથમિક સભ્યપદ નોંધણી અભિયાન હાલમાં જ પૂર્ણ થયું છે. ભાજપ પાર્ટીનો દાવો છે કે આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં રેકોર્ડબ્રેક એક કરોડ લોકોએ ભાજપનું સભ્યપદ હાંસલ કર્યુ છે. જો ભાજપ પાર્ટીનાં દાવા સાચા માનીએ તે આગામી સમયમાં બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આ મોટા પરિવર્તનનાં સંકેતો આપી રહ્યું છે. તેમજ જમ્મુ-કાશ્મીરમાં પણ છ લાખ કરતા વધારે લોકોે સદસ્યા પ્રાપ્ત કરી છે.
તમામ 10,600 મતદારો ભાજપનાં સદસ્ય બન્યા.
ભાજપ સદસ્યતા અભિયાનનાં રાષ્ટ્રીય કન્વિનર અને મધ્ય પ્રદેશનાં પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે દાવો કર્યો છે કે ગુજરાતનાં એક જિલ્લામાં તમામ 10,600 મતદારો ભાજપનાં સભ્ય બની ગયા છે. તેમજ રાજસ્થાનનાં અજમેરમાં મુસ્લિમ સમુદાયનાં અનેક લોકો એવા છે, જે લોકો પહેલા ભાજપનાં સદસ્ય બન્યા હતા અને ત્યારબાદ તેઓ હજ યાત્રા કરવા માટે ગયા હતાં.
અત્યાર સુધીમાં સાત કરોડ સભ્યો નોંધાયા.
ભાજપનાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ગુરૂવારે એક પ્રેસ મીટીંગ દરમિયાન કહ્યું હતું કે, ભાજપે પોતાનાં સભ્યોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો કર્યો છે. અને અત્યાર સુધીમાં 5.81 કરોડ લોકોએ ભાજપની ઓનલાઇન સદસ્યતા મેળવી છે. વિવિધ કારણોસર અનેક રાજ્યોનાં લોકોની માહિતી ઓનલાઇન નોંધી શકાયા નથી.
તેમનો દાવો છે કે આ પ્રક્રિયા પુરી થવા સુધીમાં કુલ સાત કરોડથી લધુ લોકો ભાજપનાં સદસ્ય બની ગયા હશે. આ સંખ્યા અભિયાન માટે નક્કી કરાયેલી સંખ્યા 2.20 કરોડથી ઘણી વધારે છે. તેમજ ભાજપે પોતાનાં સભ્યોની સંખ્યા વધારવા માટે વૃક્ષારોપણ અભિયાન પણ ચલાવ્યું હતું. પાર્ટીનો દાવો છે કે સદસ્યતા અભિયાનની સાથે-સાથે 19 કરોડ રોપા વાવવામાં આવ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.