રોડ અકસ્માતમાં હેમખેમ બચ્યા આ કેબીનેટમંત્રી, જાણો વધુ

ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય એક રોડ અકસ્માતમાં હેમખેમ બચ્યા હતા. મૈનપુરના કિશનીમાં આયોજિત ધમ્મ યાત્રામાં શામેલ થવા જઇ રહેલા સ્વામી પ્રસાદ…

ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય એક રોડ અકસ્માતમાં હેમખેમ બચ્યા હતા.

મૈનપુરના કિશનીમાં આયોજિત ધમ્મ યાત્રામાં શામેલ થવા જઇ રહેલા સ્વામી પ્રસાદ મૌર્યના કાફલાની કેટલીય ગાડીઓ એકબીજા સાથે ટકરાય હતી. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા નહોતી થઇ. રવિવારના રોજ કિશનીમાં આવેલા બૌદ્ધ વાટિકામાં ધમ્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યાત્રામાં શામેલ થવા માટે કેબિનેટ મંત્રી કાફલાની સાથે લખનૌથી મૈનપુરી આવી રહ્યા હતા. કિશની નજીક મંત્રીની ગાડી પાછળ ચાલી રહેલી કારના ચાલકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. બ્રેક લગાવાને કારણે લગભગ 6 કાર એકબીજા સાથે ટકરાય હતી. સદનસીબે મંત્રીની કાર ચપેટમાં નહોતી આવી. આ ઘટનામાં કોઇને ઈજા થવાની ખબર નથી આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *