મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ વ્રજ હોટલની આડમાં કુટણખાનું ચાલતી હોવાની જાણ પોલીસને મળી હતી. માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે ગ્રાહક મોકલી હોટલમાં છાપો માર્યો હતો. આ હોટલનામાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાનું સામે આવતા પોલીસે હોટલના માલિક અને મેનેજરને ધડપકડ કરી હતી. જ્યારે પોલીસની રેડમાં મુંબઈ અને બંગાળ સહિતના રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે દેહવેપારનો ધંધો કરાવાતો હતો.
મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ વ્રજ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓને બોલાવી દેહવેપારનો ધંધો કરાતો હોવાની ચોક્કસ જાણ થતા ગઈ રાત્રે પોલીસ સ્ટાફે આ હોટલમાં પહેલા ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યારબાદ પોલીસની રેડમાં આ હોટલની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું છે.
જેમાં હોટલના માલિક અને મેનેજર બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકોની માંગ સંતોષતા હોવાનો ખુલસો થયો હતો. પોલીસે હોટલની આડમાં દેહવેપારનો ધંધો કરવાના ગુન્હામાં હોટલના માલિક ઘનશ્યામભાઈ પ્રભુભાઈ જીજુવાડિયા અને મેનેજર વિકાસ ચેનસુખ જૈનની ધરપકડ કરી કાર્યવાહી શરુ કરી છે.
પોલીસના દરોડા દરમિયાન હોટલમાંથી પશ્ચિમ બંગાળ અને મુંબઈ તેમજ અન્ય રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે હોટલના સંચાલકો દ્વારા દેહવેપારનો ધંધો કરાવાતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.