સુરત: સિંગણપોરની પરણિતાને અલગ અલગ નંબરથી બીભત્સ માંગણી કરતો શખ્શ ઝડપાયો

Surat news: આજના કળયુગી સમાજમાં છેડતી અને દુષ્કર્માના બનાવો છાશવારે સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં સુરત શહેરમાંથી આવી જ એક બીભત્સ મેસેજ ઓડિયો અને વિડીયો મોકલીને મહિલાની છેડતી કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના કતાગામ વિસ્તારમાં રહેતા કૌશલ નાનજીભાઈ કાકડીયા(રહે- 273, હરીદર્શનનો ખાડો, કતારગામ, સુરત)(Surat) સામે છેડતીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતમાં(Surat) વસવાટ કરતી મહિલાને કૌશલ અલગ અલગ મોબાઈલ નંબર થી whatsapp પર બીભત્સ ચેટિંગ વાળા મેસેજ તેમજ વિડીયો અને ઓડીયો ફોન કરીને છેડતી કરતો હતો. શરૂઆતમાં પરિચિત મહિલા હોવાનો વિશ્વાસ કેળવ્યા બાદ દરરોજ કૌશલ બીભત્સ મેસેજ મોકલવા લાગ્યો હતો.

કૌશલના બીભત્સ મેસેજ અને ઓડિયો વીડિયોથી કંટાળીને  મહિલાએ સમગ્ર ઘટના અંગે પોતાના પતિને વાત કરી હતી. ત્યાર બાદ થોડા દિવસ પહેલા ફરી વખત કૌશલે મહિલાને વીડિયો કોલ કર્યો હતો, તે દરમિયાન મહિલાએ વિડીયો કોલ ઉપાડીને કૌશલનો સ્ક્રીનશોટ પાડી લીધો હતો. મહિલાએ પોતાના પતિને ફોટો બતાવતા કૌશલનો ભાંડો ફૂટી ગયો.

આરોપી પાંચ વર્ષ જુનો હીરામાં નોકરી કરતા સમયે પતિનો ઓળખીતો મિત્ર કૌશલ નાનજીભાઈ કાકડીયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલમાં તેના પતિને પણ કૌશલ સાથે કોઈ સંપર્ક ન હતો. ત્યારબાદ મહિલાએ અને તેના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે આરોપીને શોધવા માટે તાજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *