પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતીએ દગા અને છેતરપીંડીનો કેસ દાખલ કર્યો છે. તેણે તેના બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આરતીએ ફરિયાદ કરી છે કે, તેના પાર્ટનરે આરતીની નકલી સહી કરી 4.5 કરોડની લોન લીધી છે અને તેને ચૂકવી પણ નથી. આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.
આરતીએ આરોપ મૂક્યો છે કે, રોહિત કક્કર નામની એક વ્યક્તિ તેની ફર્મમાં પાર્ટનર બની હતી. આ ફર્મ દિલ્હીના અશોક વિહારમાં હતી, આરતીનો આરોપ છે કે, રોહિત કક્કર સહિત બીજા 6 લોકોએ તેની સાથે છેતરપીંડી અને દગો કર્યો છે. આ લોકો આરતી સહેવાગને જણાવ્યા વગર બીજા ફર્મને જણાવ્યું કે, તેમની ફર્સ સાથે વીરેંદ્ર સહેવાગ જેવા જાણીતા ક્રિકેટરની પત્ની જોડાયેલી છે.
સહેવાગના નામનો ઉપયોગ કરીને તેમણે બીજી ફર્મ પાસેથી સાડા ચાર કરોડની લોન લીધી અને આ માટે તેમણે આરતી સહેવાગની નકલી સહી પણ કરી. આરતીનો આરોપ છે કે, તે જ્યારે પાર્ટનર બની ત્યારે એ જ વાત નક્કી થઈ હતી કે, તેની મંજૂરી વગર કોઇ કામ નહીં થાય. અત્યારે આરતીની ફરિયાદના આધારે દિલ્હી પોલીસની EOW સેલ આરોપીઓ વિરૂદ્ધ 420 ધારા અંતર્ગત કેસ નોંધી તપાસ કરી રહ્યા છે.
સહેવાગ ઈન્ટરનેશનલ સ્કૂલની જવાબદારી પણ આરતી સંભાળી રહી છે. બંનેનાં લગ્ન એપ્રિલ 2004માં થયાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.