દેશના પૂર્વ નાણામંત્રી અને લાંબા સમયથી બીમાર અને દિલ્હીની એમ ખાતે સારવાર હેઠળ રહેલા અરુણ જેટલી લાંબી બીમારી બાદ આજે સવારે નિધન થયું છે. એઈમ્સ દ્વારા પોતાની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે શ્રી અરુણ જેટલી નો બપોરે બાર વાગ્યા ને સાત મિનિટે નિધન થયું છે. અરુણ જેટલી અને 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા..
ગૃહપ્રધાન અમિત શાહે પોતાનો હૈદરાબાદ પ્રવાસ રદ કરી દીધો છે અને તેઓ અરુણ જેટલી ના નિધન બાદ દિલ્હીમાં હાજરી આપવા પરત ફરી રહ્યા છે. તું જેટલી નું ૬૬ વર્ષની વયે નિધન થયું છે અને ભાજપ ના નેતા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
અરુણ જેટલી ની તબિયત છેલ્લા બે વર્ષથી અસ્વસ્થ હતી અને તેઓ એ થોડા સમય અગાઉ જ કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી.
Delhi: Former Union Minister and Senior BJP leader Arun Jaitley passes away at AIIMS. pic.twitter.com/pmr4xiyqYV
— ANI (@ANI) August 24, 2019
અરુણ જેટલી વ્યવસાયે વકીલ હતા અને પોતે પોતાના સચોટ અંગ્રેજી ને કારણે ભાજપમાં દબદબો ધરાવતા હતા. અટલ બિહારી વાજપેયી સરકારમાં પણ તેઓએ કામ કર્યું હતું. 2009 થી 2019 દરમ્યાન જ્યારે ભાજપ રાજ્યસભામાં વિરોધ પક્ષમાં હતું ત્યારે અરુણ જેટલીએ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ કાર્ય કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.