ગુજરાત(Gujrat): અમદાવાદમાં તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગુજરાતના બે દિવસના પ્રવાસ પર હતા. સાથે સાથે પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) પણ હાજર હતા. અને તેમણે ગુજરાતની મુલાકાત લીધી હતી અને પંજાબની જીત બાદ ગુજરાતમાં રોડ શો(Road Show) કરીને આપની શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ સાથેજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેઓએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી, ત્યારબાદ તેમણે અમદાવાદ શહેરમાં તિરંગા યાત્રા કાઢીને શાનદાર રોડ શોમાં ભાગ લીધો હતો. દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીના રોડ શોમાં ગુજરાતના હજારો આપના કાર્યકર્તાઓ અને ઘણા બધા ગુજરાતીઓએ ભાગ લીધો હતો.
આ સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાનો વિડીયો ગુજરાતના લોકો શેર કરી રહ્યા છે. આ વીડિયોમાં અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે “જો તમે મારો વિરોધ કરશો તો હું તમને એચડી નાખીશ, અને ગુજરાત વાળાઓ તમારાથી મારું જે થાય તે કરી શકો છો તમે મારું વગાડી શકતા હોય તો બગાડી શકો છો” આમ ગુજરાતીઓ પ્રત્યે વેરની ભાવના રાખીને અરવિંદ કેજરીવાલ દ્વારા આ નિવેદન અપાયું હોવાનું લોકમુખે ચર્ચા થઈ રહી છે. તેમજ હાલ તો ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલના આ વીડિયોને ખૂબ જ શેર કરી રહ્યા છે. વીડિયોમાં અરવિંદ કેજરીવાલનો ગુજરાતી ગુજરાતીઓ પ્રત્યેનો દ્વેષ અને ગુસ્સો સ્પષ્ટ દેખાય છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો પર લોકો ઘણી બધી રમૂજી કમેન્ટ વરસાવી રહ્યા છે તો લોકો અરવિંદ કેજરીવાલના આ વિડીયો બાબતે વિવિધ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક યુઝર કહી રહ્યા છે કે, અને ગુજરાતમાં ચૂંટણી લડવી છે અને એક તરફ ગુજરાતીઓને જ ગાળો આપી રહ્યો છે.
दिल्ली और पंजाब के जीत ने
तुझे कितना अहंकारी बना दिया
तेरे अहंकार के सामने
रावण भी पीछे रह गयाअरे केजरी मेरे गुजराती भाई को तूं ये क्या कह गया…!
सुन गिरगिटवाल, अब इस वीडियो को पूरे गुजरात मे भेज देते है तब देखते है कि तू और तेरी वो आपियो वाली गैंग कैसे एक सीट भी जीतती है। pic.twitter.com/2v5TUebTwB
— Dilip Kumar Singh (@DilipKu24388061) March 31, 2022
સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે, દિલ્હી અને પંજાબની જીતે અરવિંદ કેજરીવાલને અભિમાની બનાવી દીધા છે અને અભિમાન તો રાવણનું પણ નહોતો રહ્યો. ત્યારે અરવિંદ કેજરીવાલનો શું થશે? અને ગુજરાતીઓ પણ હવે જોવે છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં કેટલી સીટો જીતી શકે છે.
ગુજરાત ‘આપ નેતા શ્રી @isudan_gadhvi જી એ અન્યાય સામે લડાઈ લડી રહેલ ગુજરાતના દરેક વર્ગને પરિવર્તન માટે સંગઠિત થવાની હાકલ કરી.
“સત્તા પરિવર્તન સિવાય ઉપાય નહીં. ભાજપ મજબૂત વિપક્ષ.” pic.twitter.com/khnIYYOvG3— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) March 31, 2022
આમ હાલ ગુજરાતીઓને ધમકાવી રહેલા હોવાના દાવા સાથે અરવિંદ કેજરીવાલના થઈ રહેલા વાયરલ વિડીયો અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, વાસ્તવિકતામાં અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓને ધમકાવી નથી રહ્યા પરંતુ રાજનીતિક નિવેદન આપી રહેલા ભારતના ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતીઓ પ્રત્યેનો અભિગમ અને વ્યવહાર બતાવી રહ્યા છે. વાયરલ વિડીયો માં કેજરીવાલે ગુજરાત ની પાઘડી પહેરી છે અને ત્યાંથી આખો વિડીયો જોતા ખ્યાલ આવે છે કે તેઓ ખરેખર ગુજરાતીઓને ધમકાવતાં નથી.
આ વિડીયો અરવિંદ કેજરીવાલની વર્ષ 2016માં સૂરતમાં આયોજિત રેલીનો છે. કેજરીવાલના વાઇરલ વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે, વાઈરલ ક્લિપમાં પહેલા-અધૂરી વાત સાંભળીને એવું લાગે છે કે કેજરીવાલ ગુજરાતના લોકોને કહી રહ્યા છે પણ અસલમાં તો અમિત શાહના ગુજરતન પ્રત્યેના અણગમા અને ભેદભાવ બાબતે કહી રહ્યા છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બબાતે પોસ્ટ કરી હતી
केजरीवाल जी गुजरात से इतनी नफ़रत क्यों pic.twitter.com/WX8F2XQ8Ob
— Harsh Sanghavi (@sanghaviharsh) February 19, 2021
વાસ્તવમાં અરવિંદ કેજરીવાલના શબ્દો કઈક આવા હતા, “અમિત શાહ જે કહે છે તે વિજય રૂપાણી કરે છે. તો અમિત શાહની સમગ્ર ગુજરાતને ચેતવણી છે. સમગ્ર ગુજરાતને અમિત શાહનો પડકાર છે કે હું આ રીતે ગુજરાત ચલાવીશ. જો તમે મારી સામે વિરોધ કરશો તો હું તમને કચડી નાખીશ. અને ગુજરાતના લોકો મારું શું કરી શકે?, તમે બગાડી શકો તો બગાડો”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.