અરવિંદ કેજરીવાલે કર્યો મોટો ધડાકો- કહ્યું, ગોપાલ ઇટાલિયા આ બેઠક પરથી લડશે ચૂંટણી

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. પછી તે આમ આદમી પાર્ટી હોય(AAP), ભાજપ(BJP) હોય કે કોંગ્રેસ(Congress).…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. પછી તે આમ આદમી પાર્ટી હોય(AAP), ભાજપ(BJP) હોય કે કોંગ્રેસ(Congress). તમામ રાજકીય પક્ષો પુરાજોશમાં તડામાડ તૈયારીઓમાં લાગી ગયા છે. ચૂંટણીની તારીખો જાહેર થતા જ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) ઉમેદવારોની જાહેરાત કરતા મોટો ધડાકો કર્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા(Gopal Italia) સુરતના કતારગામ વિધાનસભા અને મનોજ સોરઠીયાને કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.

કેજરીવાલે કર્યો ધડાકો:
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ‘રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.’

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *