અરવિંદ વેગડાએ ભાજપ પાસે માંગી ટિકિટ, હિતુ કનોડિયા પણ ઈચ્છા વ્યકત કરી- એક જ બેઠક માટે 40 લોકોની દાવેદારી

Arvind Vegda: આજે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની દાવેદારી માટે સેન્સ પ્રક્રિયા સવારથી શરૂ થઈ હતી. SC અનામત સીટ પર લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો…

Arvind Vegda: આજે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની દાવેદારી માટે સેન્સ પ્રક્રિયા સવારથી શરૂ થઈ હતી. SC અનામત સીટ પર લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે.આજે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં 40થી વધુ જેટલા ભાજપના હોદ્દેદારો અને નેતાઓએ પોતાની દાવેદારી નોંધાવી હતી.જેમાં ઈડરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કનોડિયાએ પણ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ ગુજરાતી ગાયક કલાકાર અને સાંસ્કૃતિક સેલના હોદ્દેદાર તેમજ ‘ભાઈ ભાઈ’ ફેમ અરવિંદ વેગડા(Arvind Vegda) પણ અમદાવાદ પશ્ચિમ બેઠક માટે દાવેદારી કરવા માટે પહોંચ્યા હતા.

40 થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા, ગુમાનસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે. પશ્ચિમ બેઠક પર ર્ડાં. કિરીટ સોલંકી, દર્શના વાઘેલા, દીનેશ મકવાણા, પૂર્વ મેયર કિરીટ પરમાર, ર્ડાક્ટર સેલના સભ્ય કીર્તિ વડાલીયા, પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા, પૂર્વ પ્રદેશ મંત્રી SC નરેશ ચાવડા, કાઉન્સિલર ગીતાબેન સોલંકી, શહેર SC મોચરા પ્રમુખ ભદ્રેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા તેમજ શહેર ભાજપ મંત્રી વિભૂતિ અમીને દાવેદારી નોંધાવી હતી.

અરવિંદ વેગડાએ લોકસભા ચૂંટણી માટે ભાજપ પાસે ટિકિટ માંગી
અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે, મેં અમદાવાદ પશ્ચિમ લોકસભા માટે દાવેદારી કરી છે, પાર્ટી જે નિર્ણય લેશે એની સાથે હું રહીશ. સમાજ પ્રત્યે અને લોકોને ખબર પડે કે આ વ્યક્તિ ચૂંટણી લડવા માટે સક્ષમ છે. પાર્ટીના દરેક નેતા સક્ષમ છે પણ પાર્ટી જે નક્કી કરશે તે યોગ્ય નિર્ણય રહેશે. પાર્ટી મને મોકો આપશે તો હું પશ્ચિમ લોકસભા માટે સારું કામ કરીશ. મને મોકો મળે તો લોકો માટે અને સમાજ માટે કામ કરીશ. મને કોઈ આશા નથી અને આશા રાખ્યા વગર અહીંયા આવ્યો છું. પાર્ટી દરેક જગ્યા પર કોઈ વ્યક્તિને મૂકતા હોય છે. કોઈ નેતા કે વ્યક્તિને 3 ટર્મ સુધી મૂકે તો એ વિસ્તાર માટે યોગ્ય હોય તો જ મૂકતા હશે. વિસ્તારમાં કાંઈ ખૂટતું હોય એવું નથી પણ વિસ્તારના વિકાસને વધુ આગળ લઈને જવામાં કામ કરવા સક્ષમ હોય તો ટિકિટ મળવી જોઈએ

મેયર, શાસક પક્ષના નેતા, દંડક પહોંચ્યા
અમદાવાદના મેયર પ્રતિભા જૈન, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ અને દંડક શીતલબેન ડાગા પણ પશ્ચિમ બેઠકના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચ્યા હતા.