યુવા પત્રકાર આનંદ પટણીનું હાર્ટ એટેકથી નિધન: સુરતમાં ફરજ દરમિયાન બેભાન થઈ ઢળી પડતા આંબી ગયું મોત

Journalist Anand Patni: સુરત સહિત રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એક યુવા પત્રકારનું હાર્ટ એટેકથી(Journalist Anand Patni) અવસાન થયું…

Journalist Anand Patni: સુરત સહિત રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એક યુવા પત્રકારનું હાર્ટ એટેકથી(Journalist Anand Patni) અવસાન થયું હતું. આનંદ પટણી ચાલુ ફરજ દરમિયાન જ બેભાન થઈ ઢળી પડ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન અવસાન થયું હતું. જેથી પત્રકાર જગત અને પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

આનંદ પટણીનું હાર્ટએટેકના કારણે મોત
ગુજરાત ફર્સ્ટ નામના ન્યૂઝ પોર્ટલમાં કામ કરતાં આનંદ પટણી ચાલુ ફરજ દરમિયાન જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. આનંદ પટણીના આકસ્મિક અવસાનથી ગુજરાતના પત્રકાર જગત અને પરિવારમાં શોક ફેલાઈ ગયો છે.

ઘરમાં તેમજ પત્રકાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું
આનંદ પટણી છેલ્લા શ્વાસ સુધી પત્રકારકત્વની કામગીરી કરતા રહ્યા. તેઓ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ફરજ બજાવી રહ્યા હતા. પટણી સોમવારે ફિલ્ડ પર રિપોર્ટિંગ કરતા હતા ત્યારે તેમને અચાનક જ છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમને સિવિયર હાર્ટ એટેક આવ્યો હોવાનું નિદાન થયું હતું. હોસ્પિટલના ડૉક્ટરોએ તેમને બચાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ આનંદ પટણીને બચાવી શકાયા નહીં. તેમના નિધનથી ગુજરાતના પત્રકાર જગતે એક બાહોશ પત્રકાર ગુમાવ્યો છે.

ગુજરાત ફર્સ્ટમાં સુરતના બ્યુરો હેડ અને પત્રકાર આનંદ પટણીના પરિવારમાં પત્ની અને બે દીકરા છે. મોટો દીકરો બી.ટેકનો અભ્યાસ કરે છે અને નાનો દીકરો પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. 45 વર્ષની નાની ઉંમરે આનંદ પટણીની વસમી વિદાય થતાં પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.