હાલમાં જ ગુજરાત(Gujarat) માટે એક ગૌરવના સમાચાર મળી આવ્યા છે. માહિતી મળી આવી છે કે, ભારતીય ટીમ(Indian team) આગામી 26 તારીખે ઓસ્ટ્રિયા (Austria)માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ (International Table Tennis Tournament)માં ભાગ લેવા માટે જશે. આ વર્લ્ડ રેન્કિંગ ટૂર્નામેન્ટ (World Ranking Tournament)માં ટીમની અંડર-13 કેટેગરી (Under-13 category)માં કુલ 4 ખેલાડીઓ છે, જેમાંથી એક ખેલાડી ગુજરાતનો આર્ય કટારિયા(Arya Kataria) પણ છે.
આર્ય કટારિયા માત્ર 13 વર્ષની વયે પોતાની કેટેગરીમાં ગુજરાતની ટેબલ ટેનિસ ટીમનો કેપ્ટન બન્યો છે. જોકે, તે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ નેશનલ ટૂર્નામેન્ટમાં કરે તે અગાઉ જ તે ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમશે. તે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમ્યા બાદ રાજ્યના કેપ્ટન તરીકે મે મહિનામાં નેશનલમાં રમશે. જે ખરેખર ગુજરાત માટે ગર્વની વાત છે.
મળતી માહિતી અનુસાર, આર્ય કટારીયાએ ટેબલ ટેનિસમાં આગળ વધવા માટે ખુબ જ મહેનત કરે છે. તે રોજ લગભગ 8 કલાક જેટલો સમય ટેબલ-ટેનિસની પ્રેક્ટિસ પાછળ આપે છે. તેણે ટેબલ ટેનિસ રમવાનું 2018થી શરૂ કર્યું હતું. તેણે પ્રારંભિક ટ્રેનિંગ અમદાવાદમાં મેળવ્યા બાદ ગત 2 વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરના કોચ પાસેથી હાઈ લેવલ ટ્રેનિંગ મેળવી રહ્યો છે. આર્યએ અત્યાર સુધી 4 નેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. જેમાંથી તેણે ત્રણ વખત મેડલ જીત્યા છે. તેણે 2 વખત સિલ્વર મેડલ અને 1 વખત બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ રીતે આર્યએ નાની ઉમરમાં જ સફળતા હાસિલ કરી છે તેમજ હજુ પણ તેની મહેનત ચાલુ જ છે.
પિતા પણ ટેબલ-ટેનિસ ખેલાડી:
આર્ય કટારિયાના પિતાનું નામ નીતિન કટારિયા છે. જેઓ પોસ્ટલ વિભાગમાં કામ કરે છે. નીતિન કટારિયા પોતે 20 વર્ષથી ટેબલ-ટેનિસ સાથે સંકળાયેલા છે. તેઓ પોતાના વિભાગ તરફથી ઘણી નેશનલ સ્તરની ટેબલ-ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે. તેમણે દીકરા આર્યને પોતે પ્રારંભિક તાલિમ આપી હતી. હવે તેમનો દીકરો આર્ય પણ આ વિભાગમાં પોતાનું નામ રોશન કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.