ગુજરાતના આ જીલ્લામાં ભાજપની ગૌરવ યાત્રા પહોંચતા જ લાગ્યા ‘હાય હાય’ના નારા- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા ભાજપ(BJP)ની ગુજરાત ગૌરવ યાત્રા(Gujarat Gaurav Yatra)નું આયોજન કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો ભાજપની ગુજરાત ગૌરવ…

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા ભાજપ(BJP)ની ગુજરાત ગૌરવ યાત્રા(Gujarat Gaurav Yatra)નું આયોજન કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા ગઈકાલે મોરબી(Morbi) જિલ્લાના ટંકારા, વાકાનેર અને હળવદ પહોંચી હતી. આ ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ(Piyush Goyal) પણ હાજર રહ્યા હતા. આ ગૌરવ યાત્રા દરમિયાન વાંકાનેર(Wankaner)માં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની ઉપસ્થિતિમાં સાંસદ મોહન કુંડારિયા(Mohan Kundaria)નો જોરદાર વિરોધ થયો હતો અને તેમના વિરોધમાં લોકો દ્વારા ભારે નારેબાજી પણ કરવામાં આવી હતી.

ગૌરવ યાત્રા દરમિયાન મોહન કુંડારિયાનો વિરોધ:
વાંકાનેરમાં કુંડારિયા વિરોધ નારેબાજી કરી લોકોએ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. નારેબાજીથી હાજર અન્ય નેતા સમગ્ર ઘટનાને કારણે નારાજ હોય તેવો તેના હાવભાવ જોતા લાગી રહ્યું હતું. લોકોના વિરોધની ઘટનાને લઈ લોકો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ સર્જાયું હતું.

સાંસદ વિરૂદ્ધ નારેબાજીની થઇ હોવાની ચર્ચા:
અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેરમાં ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પીયોષ ગોયલની ઉપસ્થિતિમાં થયેલી નારેબાજીની ચર્ચા ચારેય બાજુ થઈ કહી છે. સાથે જ આ વિરોધનો શૂર મોરબીના મહેન્દ્રનગર ગામમાં પણ જોવા મળ્યા હતા. ગૌરવ યાત્રાના સ્વાગત સ્થાન પર મહિલાઓ દ્વારા બેડા સાથે વિરોધ કરી પાણીની માગ કરવામાં આવી હતી જે અંગે પણ સામાન્ય ઘર્ષણના દર્શયો સર્જાયા હતા.

ગૌરવ યાત્રામાં પીયોષ ગોયલે જાણો શુ કહ્યું?
ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયોષ ગોયલે જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી સમયમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીમાં 150 પ્લસ બેઠકો સાથે ભાજપ વિજય પતાકા લહેરાવશે અને ગુજરાત દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન બનશે. આ ગુજરાત ગૌરવ યાત્રામાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા તેમજ ભાજપના અગ્રણી ભરત બોધરા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા સહિતના ભાજપના નેતાઓ જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *