FIR નોંધાતા જ કોચિંગ બંધ કરી લાપતા થયા ‘ખાન સર’ -જાણો શું છે સમગ્ર મામલો

બિહાર(Bihar) ની રાજધાની પટના(Patana) માં વિદ્યાર્થીઓના હંગામાના મામલામાં પોલીસ દ્વારા જાણીતા પટનાના ખાન સર (Khan sir) સહિત પાંચ અન્ય કોચિંગ ઓપરેટરો સહિત 400 અજાણ્યા લોકો સામે એફઆઈઆર(FIR) નોંધવામાં આવી છે.એફઆઈઆર નોંધાયા બાદ તે કોચિંગ બંધ કરીને ભાગી ગયા હતા. પ્રશાસનની આ કાર્યવાહી થયા બાદ પટનાના કોચિંગ હબ (Coaching hub) કહેવાતા નયા ટોલા વિસ્તારમાં સન્નાટો છવાયેલો છે. પટનામાં આવેલ ખાન સર કોચિંગ સેન્ટરને પણ તાળું મારવામાં આવ્યું છે.

ખાન સાહેબે પણ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો છે. તે જ સમયે, ખાન સર સામે એફઆઈઆર નોંધાયા બાદ વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી છે. ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ખાન સર પર લાગેલા બધા જ આરોપો નિરાધાર છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, આ મામલે ખાન સરને કોઈપણ કારણ વગર હેરાન કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે ‘જો ખાન સાહેબ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો તેનો વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે.’

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ખાન સરે કોઈપણને પણ આ આંદોલન કરવા કહ્યું ન હતું. મળતી માહિતી અનુસાર કાર્યવાહીના ડરથી, વિદ્યાર્થીઓએ પોતાના નામ જાહેર કર્યા ન હતા, પરંતુ બધા એકસાથે ખાન સરની તરફદારી કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, ખાન સર કેસની તપાસ હાલમાં ચાલી રહી છે અને તેમના પર લાગેલા તમામ આરોપો નિરાધાર છે. રાજેન્દ્ર નગર ટર્મિનલ પરથી ઝડપાયેલા ઉમેદવારો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

વિદ્યાર્થીઓને વિશ્વાસ છે કે કેટલાક પરીક્ષાર્થીઓએ ખાન સર પર લગાવેલા તમામ આરોપો તપાસ બાદ પાયાવિહોણા સાબિત થશે. તે જ સમયે, કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે સરકારની મનસ્વીતાને કારણે ખાન સર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ જાતે જ પોતાનું આંદોલન ગોઠવ્યું હતું. ખાન સાહેબે આંદોલન કરી રહેલા કોઈપણ વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનું કામ કર્યું નથી. સરકારના કહેવા પર ખાન સર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓએ કહ્યું કે, જો ખાન સાહેબ સામે કાર્યવાહી કરવામાં આવશે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરશે. જાણવા મળ્યું છે કે હજારો ઉમેદવારોએ પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલ પર આરોપ લગાવીને પ્રદર્શન કર્યું હતું. આ જ કિસ્સામાં, સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ધરપકડ કરાયેલા કેટલાક ઉમેદવારોએ ખાન સર પર આ સમગ્ર આંદોલનને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો. જે બાદ ખાન સર વિરુદ્ધ પટનાના પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *