સુરત શહેરમાં દિલ્હીગેટ નજીક ટ્રાફિક એસીપી અશોકસિંહ ચૌહાણના જન્મદિનની જાહેરમાં ઉજવણી થઇ હતી.ત્યારબાદ સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયા થકી વાયરલ થયો છે. પરંતુ આ ઘટનામાં ઉલટા ચોર કોતવાલ કો ડાટે જેવી પરિસ્થિતિ સર્જાણી છે.એસીપીએ સોશ્યલ મીડિયા દ્વારા એક ગ્રુપમાં સી.આર. પાટીલ સાથે માસ્ક વગર ઉભેલા લોકોના ફોટા શેર કર્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું કે ભડના દીકરા હોવ તો આ ફોટા ને વાયરલ કરો.
ટ્રાફિક પોલીસના એસીપીએ જાહેરમાં જન્મદિવસ કરી ઉજવણી.
સુરતમાં ટ્રાફિક એસીપી તરીકે ફરજ બજાવતા અશોકસિંહ ચૌહાણ શનિ અને રવિવારે દિલ્હીગેટ ખાતે શ્રમજીવીઓને વિના મૂલ્યે ભોજન કરાવે છે. તેઓની આ કામગીરીને લોકોએ ખુબજ વખાણી છે. અને આજે પણ આ કામગીરી યથાવત છે. ટ્રાફિક એસીપી સુરત શહેરમાં સામાજિક કામો માટે જાણીતા છે. આ સમયગાળા દરમ્યાન દિલ્હીગેટ ખાતે તેઓ શ્રમજીવીઓને ભોજન કરાવવા પહોંચ્યા હતા. અને સથોસાથ તે દિવસે તેઓનો જન્મદિવસ પણ હતો. જેથી ત્યાં કેટલાક યુવક અને યુવતીઓ આવ્યા હતા અને અહી આવેલા લોકો એ અશોકસિંહ ચૌહાણનો જન્મદિવસ ત્યાં જ ઉજવ્યો હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ માસ્ક પહેર્યું ન હતું. અને આ જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.
લોકોએ પૂછ્યું શું કાર્યવાહી થશે?
ઉલ્લેખનીય છે કે જાહેરમાં જન્મદિવસ ઉજવણી કરવા પર ખુદ પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જ્યાં કોઈ સામાન્ય નાગરિક આવું કરે છે ત્યારે તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસુલવામાં આવે છે. ત્યારે એસીપી કક્ષાના અધિકારીનો જાહેરમાં જન્મદિવસ ઉજવતો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા સામાન્ય લોકો સામે કાર્યવાહી કરતી પોલીસ અહીં કોઈ કાર્યવાહી કરશે કે નહિ કરે તે સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.
સોશ્યલ મીડિયામાં ફોટો શેર કરાયા
ટ્રાફિક એસીપી અશોકસિંહ ચૌહાણે લાજવાને બદલે ગાજવા જેવી પરિસ્થિતિ ઉભી કરી છે. સાંજ સુધી તેઓનો વીડિયો વાયરલ થતા તેઓએ લાજવાને બદલે ગાજતા હતા. એસીપી કક્ષાના અધિકારી હોવા છતાં પણ તેઓએ નિયમનું પાલન ન કર્યું. ત્યારે સાંજે તેઓએ સોશ્યલ મીડિયા માં ગુજરાત ના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળેલા લોકો અને સી.આર.પાટીલ સાથે માસ્ક વગર ઉભેલા લોકોના ફોટો શેર કર્યા હતા અને લખ્યું હતું કે આ આજનું જ છે. વાયરલ કરો ભડના દીકરા હોવ તો…
આ સમગ્ર ઘટનાના તપાસના આદેશ અપાયા છે.
એસીપીએ ઉજવેલો જન્મદિવસ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અને આ સમગ્ર મામલે શુ કઈ પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે સવાલો ઉઠ્યા હતા અને આ સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા છે. ડીસીપી પ્રશાંત સુબે પોતે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરશે. જો કે હાલમાં એસીપી રજા પર હોઈ કોઈ પૂછપરછ થઇ નથી. તેઓ ફરજ પર હાજર થશે ત્યાર પછી પૂછપરછ કરી આ સમગ્ર મામલે કાર્યવાહી થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.