રેડ & વ્હાઇટ મલ્ટિમિડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓને રમત ગમત, ખેલદિલીના પ્રોત્સાહન સાથે ‘હેલ્થ અવેરનેસ’ નો સંદેશ આપ્યો

Red & White Institute: રેડ & વ્હાઇટ મલ્ટિમિડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તા.22 અને 23 ના રોજ શહેરના પાસોદરા વિસ્તાર ખાતે આવેલ દેવ વિલા ગ્રાઉન્ડમાં શહેરની જાણીતી આઈટી ઇન્સ્ટિટ્યૂટ(Red & White Institute) દ્વારા બે દિવસીય ‘સ્પોર્ટ્સ ફેસ્ટ-‘2024નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં 1500થી વધુ વિદ્યાર્થીઓએ જોશ સાથે ભાગ લીધો હતો.

વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
વિદ્યાર્થીઓને રમત ગમત, મનોરંજન તેમજ ખેલદિલીને પ્રોત્સાહન સાથે સ્વાસ્થ્યની પણ જાગૃકતાના ભાગરૂપે આ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેસ્ટમાં કબડ્ડી, ક્રિકેટ, ટગ ઓફ વોર, ખો-ખો, સ્કિપિંગ, 200 મીટર રેસ, 1500 મીટર રેસ, 1600 રીલે રેસ, ચેસ, સંગીત ખુરશી જેવી વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ ઇનામ આપી સંસ્થા દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વાર સમયાન્તરે અનેક પ્રવૃતિઓ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે.આ અગાઉ પણ “ઇન્ડિયા: ગેટ વે ટુ ધ ફ્યુચર” ની થીમ અંતર્ગત યુવા પ્રતિભાઓને રાષ્ટ્રહિતના કાર્યમાં પોતાની ભૂમિકા અને યોગદાનનો સંદેશ આપતી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાથે દેશભક્તિ ગીતો પર વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ પણ રજુ કરી હતી.

વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા આ કાર્યક્રમનું આયોજન
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મોહિતભાઈ રાજપૂત રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈ વિદ્યાર્થીઓ માટે પોતાના અનુભવની અવિરત સેવા આપી રહ્યા છે. આ સાથે સંસ્થા પણ “વન સ્ટેપ ઈન ચેંજિંગ એજ્યુકેશન ચેન્જ”ના સૂત્રને સાધવા સાથે યુવા પ્રતિભાને ઉછેરવા માટે પ્રતિબદ્ધ છે. તેમજ ઇન્ડસ્ટ્રીની માંગ અને ક્ષમતાના અંતરને ઘટાડવા વિદ્યાર્થીઓને ઉદ્યોગના જ્ઞાન સાથે સશક્ત બનાવવા માટે નિયમિતપણે આવા નિષ્ણાત સત્રોનું આયોજન કરે છે.