Asia Cup 2023: એશિયા કપ 2022 પછી, એશિયન ક્રિકેટ કાઉન્સિલે (Asian Cricket Council) આગામી સંસ્કરણ માટે પાકિસ્તાનને હોસ્ટિંગ સોંપ્યું. હવે આ ઈવેન્ટને માત્ર થોડા મહિના જ બાકી છે, પરંતુ સ્થળને લઈને વિવાદ હજુ અટક્યો નથી. BCCI સેક્રેટરી જય શાહે (BCCI Secretary Jay Shah) ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસ પર મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, ત્યારથી એવું માનવામાં આવતું હતું કે એશિયા કપ 2023 પાકિસ્તાનમાં નહીં યોજાય. જોકે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે હજુ સુધી નવા સ્થળની જાહેરાત કરી નથી. એશિયા કપ 2023ના સ્થળ અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ પાકિસ્તાન વિના એશિયા કપ 2023નું આયોજન કરવાની તૈયારી કરી રહી છે.
આનો અર્થ એ છે કે પાકિસ્તાન એશિયા કપ 2023માંથી બહાર ફેંકાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સિવાય ACCના તમામ સભ્યો, જે ટૂર્નામેન્ટના સત્તાવાર યજમાન છે, એશિયા કપમાં રમવા માટે સંમત થયા છે. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હજુ પણ ‘હાઇબ્રિડ મોડલ’ને વળગી રહ્યું છે, જે સૂચવે છે કે ભારત સહિતની કેટલીક મેચો યુનાઇટેડ આરબ અમીરાત જેવા સ્થળોએ યોજવામાં આવે, જ્યારે બાકીની મેચ પાકિસ્તાનમાં યોજાય. ધ ટેલિગ્રાફના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI સચિવ અને ACC પ્રમુખ જય શાહે એશિયન કાઉન્સિલના અન્ય સભ્યોને શ્રીલંકામાં રમવા માટે રાજી કર્યા છે.
એશિયા કપ 2023 દુબઈમાં યોજાશે નહીં
આ જ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈએ અતિશય ગરમીને ટાંકીને દુબઈમાં મેચ યોજવાના હાઈબ્રિડ મોડલનો ઈન્કાર કરી દીધો છે.આપને જણાવી દઈએ કે એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાનને મળી હતી, પરંતુ પીસીબીએ તેનો ઈન્કાર કરી દીધો હતો. અને શ્રીલંકામાં ટુર્નામેન્ટ યોજવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જો પાકિસ્તાનની ટીમ એશિયા કપ 2023માં ભાગ નહીં લે તો ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એશિયા કપ 2023ની ચાર ટીમો હશે જે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની યજમાની બાદ જય શાહે ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસ પર જવાની ના પાડી દીધી હતી. બાદમાં પાકિસ્તાને પણ ધમકી આપી હતી કે તેઓ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે. હવે પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં રમવાનો ઇનકાર કરે છે, તેથી ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં તેની ભાગીદારી પર શંકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.