કડી શહેર માંથી વધુ એક કબૂતરબાજનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 2019માં બે એજન્ટોએ અમેરિકાના વિઝા કરાવી આપવાના નામે લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. નિલેશ નામના યુવક સાથે કેતુલ અને કલ્પેશએ છેતરપીંડી કરી છે. નીતિનના ભાઈ નિલેશની ઈચ્છા અમેરિકા જવાની હતી. ત્યારે 2019માં કેતુલ અને કલ્પેશની મુલાકાત નીતિન સાથે થઇ. બંનેએ નીતિનને કહ્યું કે, અમે તમારા ભાઈને પહેલા આફ્રિકાથી મોકલીશું અને ત્યાંથી અમેરિકા મોકલી આપીશું.
આફ્રિકા પહોંચ્યા બાદ અમેરિકાના વિઝા માટે 30 લાખ આપવાના અને અમેરિકા પહોંચ્યા બાદ 20 લાખ આપવાના આમ નક્કી કરવામાં આવ્યું. ત્યાર બાદ 09-10-2019એ કેતુલ અને કલ્પેશ નિલેશને આફ્રિકા લઈ ગયા. કેતુને નીતિનને whatsappથી 21-10-2019ના રોજ ફોન કર્યો અને ત્યારે તેની સાથે કલ્પેશ અને નિલેશ હતા. ફોનમાં કેતુલએ કહ્યું કે, નિલેશના અમેરિકાના વિઝા થઈ ગયા છે. તમે અમદાવાદના 900 સી.જી રોડ પર 20 લાખનું આંગડીયું કરીને પૈસા મોકલી આપો. કેતુને નીતિનને whatsappમાં વિઝાની કોપી પણ મોકલી હતી.
નીતિનએ તરીખ 24-10-2019ના રોજ 20 લાખ રૂપિયાનું આંગડિયું કરી દીધું હતું. ત્યારે કેતુલે કહ્યું કે, નિલેશની અમેરિકા જવાની ટિકિટ તારીખ 31-10-2019 ના રોજની થઇ છે. ત્યાર બાદ ત્રણ દિવસ પછી કેતુલ ઇન્ડિયા પરત આવી ગયો હતો. ઇન્ડિયા આવીને નીતિનને ફોન કરીને કહ્યું કે, 8 લાખ રૂપિયા રોકડા ઘરે આપવા આવાનું કહ્યું.
નીતિન અને તેના પત્ની 8 લાખ રૂપિયા રોકડા લઈને કેતુલના ઘરે આપવા માટે ગયા હતા. કેતુલએ જે તારીખ કહી હતી એ તારીખે નિલેશને અમેરિકા ન મોકલતા નીતિનએ કેતુલને ફોને કર્યો ત્યારે કેતુલએ કહ્યું કે, કોઈ કારણોસર કામ થયું નથી. અને હવે 07-11-2019એ મોકલી આપીશું. પણ આ તારીખે પણ નિલેશને અમેરિકાન મોકલ્યો. ત્યાર બાદ કહ્યું કે પાસપોર્ટ આવ્યો નથી 18-11-2019એ આફ્રિકાના યુગાન્ડાથી અમેરિકા ચોક્કસ અમેરિકા મોકલી આપીશું.
ત્યાર બાદ નીતિનર કેતુલનો અનેક વાર સંપર્ક કર્યો પરંતુ નીલેશના અમેરિકા ન મોકલ્યો. આખરે કેતુલએ કહ્યું કે , તમારું કામ પણ ની થઇ અને પૈસા પણ પાછા નહી મળે. ત્યારે 25-12-2019ના રોજ ટિકિટ કરાવીને નિલેશને ઇન્ડિયા પાછો બોલાવી લીધો હતો. ત્યાર બાદ નીતિનએ અનેકલ વાર કેતુલ અને કલ્પેશ પાસે 28 લાખ રૂપિયાની ઉઘરાણી કરવાનો પ્રયત્ન કર્યો પણ પૈસા આપવાની ના પાડી દીધી હતી અને સાથે સાથે અપશબ્દો પણ બોલતા હતા. આખરે નીતિને પોલીસને ફરિયાદ નોધાવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.