મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં પોલીસ જેને બચાવતી રહી એ જયસુખ પટેલ સામે કોર્ટે કરી લાલ આંખ- આપ્યો આ આદેશ

ગુજરાત(Gujarat): મોરબી(Morabi) ઝુલતો પુલ(Julto Pul) દુર્ઘટના કેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ઓરેવા(oreva company)ના માલિક જયસુખ પટેલ(Jaysukh Patel) સામે ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું છે. જેમાં હાઈકોર્ટના કડક વલણ બાદ ધરપકડ માટે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ધરપકડથી બચવા માટે જયસુખ પટેલના હથકંડા છે. તેમજ જયસુખ પટેલ દ્વારા આગોતરા જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી છે. તથા 1 ફેબ્રુઆરીએ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

જો વાત કરવામાં આવે તો મોરબીમાં ગયા વર્ષે બનેલ ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના મામલે પૂલનું સંચાલન કરતી ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ દ્વારા મોરબી સેશન્સ કોર્ટ ખાતે આગોતરા જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી પરંતુ પોલીસ દ્વારા કોર્ટ પાસે તપાસમાં વધુ સમયની માંગ કરવામાં આવતા આ તારીખ લંબાવવામાં આવી છે અને વધુ સુનાવણી હવે આગામી 1 ફેબ્રુઆરીએ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ ઘટનાને લઈને મળતી માહિતી અનુસાર, મોરબીમાં બનેલી પૂલ દુર્ઘટનાને લાંબો સમય વીતી ગયો છે. જો કે હાલ આ ઘટનાએ ફરી જોર પકડ્યું છે. આ ઝુલતો પુલનું સંચાલન કરતા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હવે ફરી ચર્ચામાં આવ્યાં છે. ત્યારે જયસુખ પટેલ દ્વારા મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને સુનાવણી થવાની હતી પણ પોલીસે કોર્ટમાં તપાસ માટે વધુ સમયની માંગ કરવામાં આવી હતી. જેના પગલે કોર્ટે દ્વારા મુદત લંબાવવામાં આવી હતી. જો કે આ કેસની FIRમાં જયસુખ પટેલનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ તેણે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે, મોરબી દુર્ઘટનામાં મચ્છુ નદીમાં લોકોની મરણચીસો હજુ પણ ગુંજી રહી છે. મચ્છુ નદીમાં અનેક બાળકો સહિત 135 કરતા વધુ લોકોએ જળસમાધિ લીધી હતી. તે સમયે આ દ્રશ્ય હચમચાવી દે તેવા હતા. જે લોકો નદીમાં પડ્યા હતા તે પોતાને બચાવવા માટે તરફડિયા મારી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *