હાલમાં જ ભારતે ઓસ્ટ્રેલિયાને એમની જ ધરતી પર ટેસ્ટ સીરીજમાં હરાવીને ઇતિહાસ રચ્યોં છે ત્યારે “અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી” એ ઉક્તિને પાટડી તાલુકામાં આવેલ ઉપરિયાળા ગામના બન્ને હાથ તથા એક પગે દિવ્યાંગ એવા દ્રઢ મનોબળથી ધનવાન એવા બાળકે સાબિત કરી બતાવી છે.
આ દિવ્યાંગ બાળક અભ્યાસની સાથે જ ચિત્રકળા તથા રમત-ગમત ક્ષેત્રે પણ અવ્વલ આવે છે. એને અધૂરા અંગે દિવ્યાંગના વિરાટ કોહલી જેવો ક્રિકેટર બનવાનું સ્વપ્ન રહેલું છે. હાલમાં જ ભારતે ઇંગ્લેન્ડને અમદાવાદના ઐતિહાસિક મોટેરાની ધરતી પર 4 ટેસ્ટ મેચની સીરીઝમાં 3-1થી વિજય બની એમને ધૂળ ચાંટતા કરી ઇતિહાસ રચવાની સાથે જ ગાવસ્કર-બોર્ડર ટ્રોફી જીતી ભારત દેશનું નામ રોશન કર્યું છે.
હિમાલય પર્વત પર જઇને બરફ વેચી આવવા સુધીનું દ્રઢ મનોબળથી ધનવાન એવા પાટડી તાલુકામાં આવેલ અંતરિયાળ ઉપરીયાળા ગામના બન્ને હાથ તથા એક પગે દિવ્યાંગ એવા 11 માં ધોરણમાં અભ્યાસ કરતા કિશન છનીયારાને ભણતા, ચિત્રકામ કરતા અથવા તો ક્રિકેટના મેદાનમાં રમતા જોઇ સશક્ત લોકો પણ ગર્વતાનો અનુભવ કરે છે.
અક્ષર મોતીના દાણા જેવા સુંદર છે. જન્મતાંની સાથે જ બન્ને હાથ તથા એક પગે દિવ્યાંગ એવો ઉપરીયાળા ગામનો 15 વર્ષીય કિશન નવઘણભાઇ છનીયારા બાળપણથી જ અભ્યાસ કરવામાં અવ્વલ છે. કિશન બન્ને હાથે સંપૂર્ણ દિવ્યાંગ હોવા છતાં એના અક્ષર મોતીના દાણા જેવા સુંદર છે.
આ દિવ્યાંગ યુવાને આટલેથી ન અટકતા હાથ વિના પણ ચિત્ર સ્પર્ધામાં માછલીનું ચિત્ર બનાવીને એમાં કલર પુરી તાલુકા કક્ષાએ ચિત્રકળામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી ઇનામ પ્રાપ્ત કર્યુ હતુ. એમા પણ ભણવા-ગણવા તથા ચિત્રકળામાં અવ્વલ એવા આ દિવ્યાંગ કિશનને બન્ને હાથ ન હોવા છતાં હાથમાં બેટ લઇને ચોગ્ગા-છગ્ગાની રમઝટ કરવાની સાથે સ્પીન બોલીંગ કરતા જોઇ નજરે એની રમત નિહાળનાર સૌ કોઈ પળવાર માટે આશ્ચર્યમાં પડી જાય છે.
એની શાળાના આચાર્ય જયંતીભાઇ વિરમગામી તથા વર્ગશિક્ષક ભરતભાઇ ઠાકોર જણાવતાં કહે છે કે, બન્ને હાથે તથા પગથી દિવ્યાંગ હોવા છતાં એ શાળામાં ક્યારેય પણ રજા પાડતો નથી. આમ, આ નાનો એવો બાળક સૌ કોઈની માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થયો છે.
ભગવાન એક હાથે લે છે, તો બીજા હાથે કાંઇક અવશ્ય આપે છે: કનુભાઇ ગઢવી
પાટડીના રાષ્ટ્રીય અંધજન મંડળના કનુભાઈ ગઢવી જણાવતાં કહે છે કે, હું વર્ષોથી દિવ્યાંગ તથા અંધ-બહેરા-મુંગાની સાથે કામ કરૂ છુ. ઉપરીયાળાના દિવ્યાંગ કિશન છનીયારાને જોઇ હું એટલુ જરૂર કહીશ કે, ભગવાન એક હાથે લઇ લે છે, તો બીજા હાથે કાંઇક અવશ્ય આપે છે. કારણ કે, ઇશ્વરના દરબારમાં દેર છે પરંતુ અંધેર નથી.
એના કોચ મેરૂભાઇ ભાડકા પણ બંને પગે દિવ્યાંગ :
બન્ને હાથ તથા પગથી દિવ્યાંગ બાળક કિશન છનીયારાને ક્રિકેટની ટ્રેનીંગ કોચ મેરૂભાઇ ભાડકા પણ બંને પગથી દિવ્યાંગ છે. તેઓ ગર્વભેર કહે છે કે, ઉપરીયાળા ગામના કિશન છનીયારાએ ધોરણ-10માં 62% માર્કસની સાથે પાસ થવાની સાથે હાલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે. એના બંને હાથ કપાયેલા હોવા છતાં લખવામાં, ચિત્રકામમાં તથા ક્રિકેટ રમવામાં એ અવ્વલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle