હાલમાં પટનામાં બિહટાના નેઉરા OP ક્ષેત્રમાંથી બે માસૂમના સંપત્તિ વિવાદને પગલે અપહરણ કરીને હત્યા કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે આરોપીઓ સાવકા ભાઈ જ છે. આરોપીઓએ વિનોદ કુમારના પુત્ર અનીશ કુમાર અને શિવમ કુમારની ત્રણ દિવસ પહેલાં ગળું દબાવીને હત્યા કરી હતી. બંને માસૂમની હત્યાને લઈને ગ્રામીણોએ જોરદાર બબાલ ઉભી કરી હતી.
આ અંગે પોલીસ દ્વારા બંને બાળકોના સાવકા ભાઈ સૌરભ કુમાર અને ગુલશન કુમાર અને તેમની માતાની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે આ બંનેએ જણાવ્યું કે, તેઓએ અનીશ અને શિવમની હત્યા કરીને લાશને તેમના ઘરથી 20 KM દૂર જાનીપુર પોલીસ ક્ષેત્રના ધરઇચક પઇનમાં એક કોથળામાં બંધ કરીને ફેંકી દીધી હતી.
વિનોદ કુમારના લગ્ન 25 વર્ષ પહેલાં સુનીતા દેવી નામની યુવતી સાથે થયા હતા. બે પુત્ર અને એક દીકરીના જન્મ બાદ બંને વચ્ચે મનદુખ થયું હોવાથી સુનીતા પોતાના સાસરેથી નીકળી ગઈ. લાખ પ્રયાસ છતાં જ્યારે સુનીતા સાસરે પરત ન ફરી તો 8 વર્ષ પહેલાં વિનોદ કુમારે, સુધા નામની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા. સુધાથી પણ વિનોદને 2 પુત્ર થયા. ત્યારબાદ સુનીતા સંપત્તિમાં પોતાનો ભાગ માંગવા લાગી. દાવો કર્યા બાદ વિનોદ કુમારે સંપત્તિનો અમુક ભાગ સુનીતા દેવીને આપ્યો હતો. પરંતુ, સુનિતા દેવીના બંને પુત્ર તે વહેચણીથી ખુશ ન હતા. તેઓ જમીન ઈચ્છતા હતા.
23 માર્ચના રોજ આ વિવાદને લઈને સુનીતાના બંને પુત્ર સૌરભ અને ગુલશન અન્ય ત્રણ લોકોની સાથે મખદુમપુર આવ્યા હતા. તેઓએ તેમના પિતા પાસેથી થોડી જમીન માગી અને તેમાં મત્સ્ય ઉછેર કેન્દ્ર શરૂ કરવાની વાત કરી. પરંતુ વિનોદ દ્વારા તે વાતનો ઈનકાર કરી દેવામાં આવ્યો. ત્યારબાદ વિનોદ ઈંટની ભઠ્ઠીમાં કામ કરવા માટે નીકળી ગયો. પિતાના ઈનકારથી નારાજ બંને ભાઈઓ ક્રોધે ભરાયા અને ઘરની બહાર રમી રહેલા પોતાના સાવકા ભાઈઓને ટાટા સફારીમાં ઉઠાવીને લઈ ગયા, ત્યારબાદ તેમનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી.
પોલીસને જ્યારે બંને માસૂમની લાશ મળી આવી તો વિસ્તારમાં હોબાળો મચી ગયો. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ માસૂમોના મૃતદેહને જોઈને ગ્રામીઓની ભીડ એકઠી થવા લાગી છે. ફરીથી રસ્તા પર ટ્રાફિક ન થાય તે માટે પોલીસ ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. ગુરૂવારે લગભગ 6 કલાક સુધી બિહટા-ખગૌલ હાઈવે પર ગ્રામીઓ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.