અમદાવાદ રેલવે સ્ટેશનના બાથરૂમમાં દીકરીને જન્મ આપી માતા થઇ બેભાન, ગણતરીની મિનીટમાં 108એ પહોંચી સારવાર આપી

ગુજરાત(Gujarat)ના અમદાવાદ(Ahmedabad)ના કાલુપુર રેલવે સ્ટેશન(Kalupur Railway Station) પર એક મહિલા બાથરૂમ કરવા ગઈ તે દરમિયાન તે એક બાળકીને જન્મ આપે છે. દીકરીને જન્મ(Born) આપ્યા પછી તરત જ માતા બેભાન થઈ જાય છે. આ દરમિયાન તાજી જન્મેલ દીકરી ત્યાં રડી રહી હતી. આ દરમિયાન રેલવે સ્ટેશનથી 108ને ફોન કરવામાં આવ્યો હતો. ફોન કરતાની સાથે જ ગણતરીની મિનિટોમાં 108ની ટીમ તાત્કાલિક (immediately) ઘટના સ્થળ પર પહોંચી હતી. જયારે માતા અને બાળકીની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી અને ત્યાર પછી વધુ સારવાર માટે તે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

108ની ટીમ ગણતરીની મિનિટોમાં પહોંચી ઘટના સ્થળે: 
ગુજરાતના અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 5 પર સવારે 3.30 વાગ્યાની આસપાસ એક પ્રેગ્નેટ મહિલા વોશરૂમ ગઈ હતી. આ દરમિયાન તે એક બાળકીને જન્મ આપે છે. બાળકીને જન્મ આપ્યા પછી તરત જ આ મહિલા બેભાન થઇ જાય છે. જ્યારે દીકરીકી પણ સભાન અવસ્થામાં હતી તેમજ તે બાળકી ખુબ જ રડી રહી હતી. આ ઘટનાની જાણ થતા ત્યાં હાજર એક વ્યક્તિએ સારવાર માટે તાત્કાલિક 108ને કોલ કર્યો હતો. કોલ મળતાની સાથે જ 108ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે આવી હતી.

ઘટના સ્થળે આવીને આપવામાં આવી 108ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર: 
માતા અને દીકરીને 108ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઘટના સ્થળ પર 108ની ટીમ દ્વારા ફિઝિશિયન સાથે પરામર્શ કરી માર્ગદર્શનની સારવાર કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સમાં હાજર EMT ચીરાગ નાયી અને પાયલોટ પ્રકાશ પ્રજાપતિની સતર્કતાથી માતા અને બાળકીને વધુ સારવાર માટે શારદાબેન હોસ્પિટલ લઇ ગયા હતા. તેમજ માતા અને બાળકીની હાલત સારી છે અને હાલ તે બંનેને સારવાર આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *