હાલમાં મોદી સરકાર મુઘલ કાળના એક મુસ્લિમ શખ્સની કબર શોધી રહી છે, આ મુસ્લિમ શખ્સનું નામ દારા શિકોહ છે જે ઔરંગઝેબના ભાઇ છે. અને તેને એક બિનકટ્ટર અને એક લિબરલ મુસ્લિમ માનવામાં આવતો હતો. દારાએ હિંદુ ધાર્મિક ગ્રંથોનો અનુવાદ કર્યો હતો. જેમાં 52 ઉપનિષદો અને ગીતાનો પણ સમાવેશ થાય છે. હુમાયુના મકબરાની પાસે મોગલ શાસકોની પહેલું કબ્રસ્તાન છે, જ્યાં 140 કબરો છે, પરંતુ આ કબરોમાં દારા શિકોહની કબર શોધવી સરળ નથી.
દારા શિકોહે ગીતાનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. જેથી વધુ લોકો સુધી તે પહોંચી શકે. તેણે 52 ઉપનિષદોનો પણ અનુવાદ કર્યો હતો. હાલ દારાની કબર ક્યાં આવેલી છે તે કોઇને ખ્યાલ નથી તેથી સરકાર તેને શોધી રહી છે. હવે સરકાર દારા શિકોહની કબર અને તેનો ઇતિહાસ શોધી તેને હિન્દુસ્તાનના સાચા મુસલમાન સાબિત કરવા ઇચ્છે છે, જે ભારતીય સંસ્કૃતિ ઘણો જ પ્રભાવિત હતો.
કેન્દ્ર સરકારે દારાની કબર શોધવા માટે સાત સભ્યોની કમિટીની રચના કરી છે. કમિટીએ ત્રણ મહિનામાં દારા શિકોહની કબર શોધવાની છે. શાહજહાંનામામાં લખ્યું છે કે, ઔરંગઝેબ સામે હાર્યા બાદ શિકોહનું માથું વાઢીને આગ્રાના કિલ્લામાં મોકલી અપાયું હતું અને બાકીના ધડને હુમાયુના મકબરાની પાસે ક્યાંક દફનાવી દેવાયું હતું. અહીં મોટા ભાગની કબરો પર કોઇનું નામ લખ્યું નથી, જોકે આ કામ સહેલુ નથી કેમ કે મુઘલ કાળમાં જે પણ માર્યા ગયા તેની અનેક કબરો દેશમાં જુદા જુદા સ્થળે આવેલી છે.
હુમાયુંના મકબરા પાસે સૌથી વધુ કબરો છે. અહીં આશરે 140 કબરો છે જેમાં કેટલાક પર કોઇ જ નામ કે લખાણ નથી તેથી હવે આ કબરોમાં દારા શિકોહની કબર કઇ છે તે શોધવું અતી મુશ્કેલી ભર્યું કામ માનવામાં આવે છે.
રાજસ્થાનના અજમેરમાં દારા શિકોહનું મૃત્યુ 30 ઓગસ્ટ 1659ના દિવસે થયું હતું. પદ્મશ્રી પુરાતત્ત્વવિદ કે.કે.મોહંમદ કહે છે કે દારા શિકોહની કબર શોધવી મુશ્કેલ ખરી, પરંતુ 1652ની આસપાસની સ્થાપત્ય શૈલીના આધારે એક નાની કબરને ચિન્હિત કરાઇ છે. જો કે એ કબર પર કશું લખાયું નથી, તેથી મુશ્કેલ કામ છે. તેના પિતાનું નામ મોહમ્મદ ખુર્રમ હતું અને માતાનું નામ મુમતાજ મહલ. દારાએ કુરાન, ઇતિહાસ, પર્સિયન કવીતાઓ વગેેરેનો સારો એવો અભ્યાસ કર્યો હતો.
દારા શિકોહની કબર શોધનારી ટીમમાં ડૉક્ટર આર.એસ. ભટ્ટ, કે.કે. મોહંમદ, ડૉક્ટર બી.આર.મની, ડૉક્ટર કે.એન. દત્ત, ડૉક્ટર બી.એમ.પાંડેય, ડૉક્ટર જમાલ હસન અને અશ્વિની અગ્રવાલ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.