અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ (World Cup) નું ટાઇટલ ભારતે જીત્યું. ટીમ ઈન્ડિયા (Team India) વતી આ ટૂર્નામેન્ટમાં એક ખેલાડી પણ રમી રહી હતી. એક ખેલાડીએ નાનપણમાં જ પોતાના પિતાને ગુમાવી દીધા હતા અને તેના ભાઈનું પણ સાપ કરડવાથી મોત થયું હતું. ચાલો આપણે જાણીએ કે, તે આટલી બધી મુશ્કેલીઓ બાદ પણ અહી સુધી કેવી રીતે પહોંચી.
અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2023નો ખિતાબ ભારતે જીત્યો છે. ઈંગ્લેન્ડ અને ભારતની ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે આ વર્લ્ડ કપમાં એક 18 વર્ષની ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
તેણીનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે. આ ખેલાડીએ બાળપણમાં તેના પિતાને ગુમાવી દીધા હતા અને સાપના ડંખને કારણે તેના ભાઈનું કરુણ મોત થયું હતું, પરંતુ તેણી વિશ્વ ચેમ્પિયન ખેલાડી બનવામાં સફળ રહી છે. આ ખીલાડીનું નામ અર્ચના દેવી છે.
ટીમ ઈન્ડિયાની સ્કવોડમાં સામેલ અર્ચના દેવીનું જીવન ખુબજ સંઘર્ષમય રહ્યું છે. અર્ચના દેવીએ ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અર્ચનાએ 3 ઓવર બોલિંગ દરમિયાન માત્ર 17 રન જ આપ્યા હતા અને 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત માટે અર્ચના દેવીએ ઘણા મેચ વિનિંગ સ્પેલ ફેંક્યા હતા.
વર્ષ 2007માં અર્ચના દેવીએ પોતાના પિતાને ગુમાવ્યા હતા અને 6 વર્ષ પહેલા નાના ભાઈને ગુમાવ્યો હતો. અર્ચનાનો નાનો ભાઈ સાપ કરડવાથી મૃત્યુ પામ્યો હતો. આટલી બધી મુશ્કેલીઓ બાદ પણ આજે અર્ચના દેવીના ઘરમાં ખુશીઓ આવી છે.
અર્ચનાની માતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “મેં મારી એક એકરના ખેતરમાં કામ કર્યું અને મારી બે ગાયનું દૂધ વેચ્યું. અર્ચનાને ઘરથી દૂર ગંજ મુરાદાબાદની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેવા મોકલી હતી અને તેથી લોકો મને ખુબજ ટોણા મારતા હતા. તેમને વધુમાં કહ્યું કે, એ સમયે પ્રવેશ મેળવતા પહેલા રોજનું 30 રૂપિયાનું બસ ભાડું પણ મુશ્કેલીથી મેનેજ થતું હતું.”
ભારતે આ ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ટીમને 17.1 ઓવરમાં 68 રનના સ્કોર પર પાડી દીધી હતી. આ મેચમાં ભારત તરફથી પાર્શ્વી ચોપરા તિતાસ સાધુ અને અર્ચના દેવીએ 2-2 વિકેટ લીધી છે. સોનમ યાદવ, શેફાલી વર્મા અને મન્નત કશ્યપને એક-એક વિકેટ મળી હતી. અંડર-19 મહિલા ટીમે આ લક્ષ્યાંક 14 ઓવરમાં 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.