ગુજરાતમાં આવેલ બનાસકાંઠાના દાંતાના રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળામાં એક ગોઝારો બનાવ બન્યો છે. પ્રાથમિક શાળાની શિક્ષિકા ચાલુ શાળા દરમિયાન કાર શીખી રહી હતી. ત્યારે જ તેને શાળાનાં કંપાઉન્ડમાં પૂરઝડપે કાર હંકારતા એક વિદ્યાર્થિનીને કારની ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે લોકો શિક્ષિકાના વિરોધમાં આવી ગયા હતા જેના કારણે આદિવાસી સમાજનાં લોકોમાં રોષે ભરાયા છે અને સ્થાનિક પોલીસને આ અંગે ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.
પ્રાથમિક શાળાની શિક્ષિકા ખ્યાતિબહેન ચાલુ શાળામાં જ શાળાનાં પ્રાંગણમાં કાર શીખી રહ્યાં હતા. આ દરમિયાન શિક્ષિકાએ એક વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટના બાદ હાલ આ શિક્ષિકા ફરાર થઇ ગઇ છે. આ ઘટનાનાં રોષનાં પગલે આ શાળા આજે બંધ રાખવામાં આવી છે. આજના દિવસે અહીં કોઇ વિદ્યાર્થીઓ નથી આવ્યાં કે ન કોઇ શિક્ષકો આવ્યાં છે.
ત્યારે હવે સવાલ એ થાય કે, આ શિક્ષિકા ચાલુ શાળામાં પોતાનું કામ છોડીને કાર કેમ શીખી રહી હતી? આવા શિક્ષકો સામે થશે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? શું બીજી બધી શાળાઓમાં પણ શિક્ષકોને ગાડી શિખવાડવામાં આવે છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.