ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)ના સિહોર(Sihor) ખાતે સર્વોત્તમ કંપનીમાં એઆઈ વર્કર તરીકે ફરજ બજાવી રહેલા પશુ ડોક્ટર શૈલેશભાઈ સુરસંગભાઈ ચૌહાણ (ઉ.વ.25, રહે. પીપળીયા, તા. વલભીપુર)ના દાદીમાં શામુબેનનું પરમ દિવસના રોજ એટલે કે 7 તારીખે નિધન થયું હતું.
આ દિવસે જ સાંજે મુળ ધરાઈ ગામે વિઝિટે જવાનું છે તેવું કહીને નિકળ્યા પછી બીજા દિવસે સવાર સુધી પરિવારજનોએ શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે કોઈ પરિચિતે શૈલેશભાઈની ગાડી રતનપર (ગા)ના પશુ દવાખાના બહાર પડી હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યાં તપાસ કરતા ત્યાં ગળાફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
સમગ્ર ઘટના અંગેની જાણ વલભીપુર પોલીસને થતાં પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ગઈ તારીખ 7ના રોજ તેમના દાદીમાંનું અવસાન થયું હતું અને તેના આઘાતમાં તેઓ હતા અને તેના લીધે તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે તેમના દાદીમાંનું બેસણું રાખવામાં આવ્યું હતું અને આજે પરિવારના વધુ એક સભ્યનું મોત થતાં ચૌહાણ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.