તમારી નોકરી ગઈ છે? બે વર્ષ સુધી મોદી સરકાર આપશે તમારા ખાતામાં રૂપિયા – જાણો ક્યાંથી મળશે લાભ

કોરોના સંકટના કારણે દેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. હાલમાં લોકોની નોકરીઓ ઉપર પણ સંકટના વાદળ છવાયેલા છે. ઘણી કંપનીઓએ તો નોકરીમાંથી છૂટા કરવાનું પણ શરૂ કરી દીધું છે.

જો તમારી સામે પણ નોકરી સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય તો આ ખબર તમારા માટે છે. હકીકતમાં કેન્દ્ર સરકારની એક યોજના છે જેના અંતર્ગત બેરોજગાર થવાની સ્થિતિમાં કર્મચારીને ૨૪ મહિના સુધી પૈસા મળશે. આવો આ સ્કીમ વિશે વિસ્તારથી જાણીએ.

મોદી સરકારની આ સ્કીમ નું નામ અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના છે. આ યોજના અંતર્ગત નોકરી જવાથી સરકાર તમને બે વર્ષ સુધી આર્થિક મદદ કરતી રહેશે. આ મદદ દર મહિને આપવામાં આવશે.બેરોજગાર વ્યક્તિને આ લાભ તેના છેલ્લા નવ દિવસ ની એવરેજ આવકના ૨૫ ટકાના જેટલો આપવામાં આવશે.

આ સ્કીમનો લાભ સંગઠિત ક્ષેત્ર તેમજ કર્મચારીઓ ઉઠાવી શકે છે, જે એસ આઇ સી સાથે જોડાયેલા છે અને બે વર્ષથી વધારે સમય સુધી નોકરી કરી ચુક્યા છે. આ ઉપરાંત આધાર અને બેન્ક એકાઉન્ટ ડેટાબેઝ સાથે જોડાયેલું હોવું જરૂરી છે.

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોવ તો તમારે સૌથી પહેલા એસએસસી ની વેબસાઈટ પર જઈને અટલ બીમીત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

યોજના વિષે વિસ્તારથી જાણકારી માટે 

https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fd

તમે આ લિંક પર જઈ શકો છો

જણાવી દઈએ કે એવા લોકોને આજ કેમ નો ફાયદો નહીં મળે જેમણે ખરાબ આચરણના કારણે કંપનીમાંથી કાઢી મૂકવામાં આવે છે.તેમજ આ ઉપરાંત અપરાધિક કેસ દાખલ થયો હોય અથવા સ્વેચ્છાથી રિટાયરમેન્ટ લેનાર કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ નહીં મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *